દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે
વિધાનસભામાં મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો કે હજીરા, મોરા ગામની અબજો રૂપિયાની જમીન પચાવી પાડી છે
ગુજરાતીમાં બહુ પ્રસિદ્ધ કહેવત છે કે, દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લુટનારા મહેફીલે મંડાય છે અથાગ ગરીબ લોકો માટે કાયદો બળવાન બની જાય છે જ્યારે એજ કાયદો ધનીક લોકો માટે પાંગળો પુરવાર થાય છે. આ કહેવતને યથાગ કરતી માહિતી આગે ગુજરાતની 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રમાં મુખ્યમંત્રીએ રજૂ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્ર્નના જવાબમાં મુખ્યમંત્રીએ ગૃહને જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના 84 તાલુકાના અલગ અલગ ગામમાં લાખો ચોરસ મીટર સરકારી જમીન પર ખાનગી કંપનીઓ દ્વારા 30-30 વર્ષથી દબાણ કરાયું છે.
આજે અંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ મહેસુલવિભાગનો હવાલો ધરાવતા મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રશ્ર્ન પુછ્યો હતો કે, 31-12-2-2024ની સ્થિતિએ સુરત જિલ્લામાં કેટલી સરકારી જમીનમાં ખાનગી કંપનીઓ દ્વારા કેટલાક સમયથી દબાણ કરવામાં આવે લ છે અને દબાણ દૂર કરવા સરકારે શું પગલા લીધેલ છે અને દબાણ ક્યારે દૂર કરવામાં આવશે. જેના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના 84 તાલુકાના અલગ અળગ હજીરા અને મોરા ગામમાં ખાનગી કંપનીઓના 30થી વધુ વર્ષથી દબાણ છે જેમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લી. હજીરા, સુરત નામની કંપની દ્વારા 6,41,565 ચો.મી. સરકારી જમીન પર તથા ઈપીસી ક્ધટ્રક્શન ઈન્ડિયા દ્વારા પાંચ વર્ષથી 1,25,150 ચો.મી. જમીન અને ઈબીટીએલ કંપની દ્વારા 19 વર્ષથી 69,030 ચો.મી. જમીન પર દબાણ કરવામાં આવ્યું છે.
આ દબાણ દૂર કરવા માટે વર્ષોથી કાર્યવાહી ચાલુ છે પરંતુ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં જમીન મહેસુલ અધિનિયમ 1880ની કલમ 61 હેઠળ આ કંપનીઓ સામે કેસ કરવામાં આવ્યો છે અને કુલ રૂા. 76,51,36,890નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તથા 5,91,219 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કંપનીઓના દબાણ ત્યાં સુધીમાં દૂર કરવામાં આવશે તેના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલ આ કંપનીઓ સામે જમીન મહેસુલ અધિનિયમ 1879ની કલમ 61 હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. જે પૂર્ણ થયા બાદ દબાણ દૂર કરવામાં આવશે. હવે એ ગંભીર પ્રશ્ર્ન ચર્ચાઈ રહ્યો છે કે, અબજો રૂપિયાની જમીન પચાવીને અબજો રૂપિયાનો નફો રળનાર કંપનીઓ સામે સરકારી બુલ્ડોઝરો ક્યારે ધણધણાટી બોલાવે છે.
કઈ કંપનીએ કેટલી સરકારી જમીન દબાવી
1) આર્સેલર મિતલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લી. હજીરા, સુરત – 6,41,565 ચો.મી. (આશરે 30 વર્ષથી)
2) ઈપીસી ક્ધટ્રક્શન ઈન્ડિયા હજીરા, સુરત – 1,25,150 ચો.મી. (5 વર્ષથી)
3) ઈબીટીએલ કંપની હજીરા, સુરત – 69,030 ચો.મી. (19 વર્ષથી)
