મધ્ય પ્રદેશ રાજ્યના મંદસોર જિલ્લાના લાનપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાં રહેતા રામકરણ જગનાથ મેઘવાલ નામના 38 વર્ષના સાધુ યુવાન છેલ્લા આશરે બે માસથી માનસિક રીતે અસ્વસ્થ હોય, અને પાગલ જેવી સ્થિતિમાં તેમણે ગોમતી ઘાટ ખાતે રાત્રીના સમયે સ્નાન કરવા ગયો હતો. જેના કારણે ગોમતી નદીમાં પાણી વધારે હોવાથી પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ સ્થાનિક રહીશ દ્વારા દ્વારકા પોલીસને કરવામાં આવી છે.
ગોમતી ઘાટ નજીક ડ્રોન શૂટિંગ શખ્સ સામે કાર્યવાહી
દ્વારકાના જગત મંદિર તથા ગોમતી ઘાટ વિસ્તારમાં ડ્રોન વડે શૂટિંગ કરવા સામે પ્રતિબંધ અંગેનું જાહેરનામું હાલ અમલમાં હોય, આ પરિસ્થિતિમાં ઉત્તર પ્રદેશ રાજ્યના બુલંદશહર જિલ્લાના સિકંદરાબાદ તાલુકાના વતની રાહુલ ચરનસિંહ સૈની નામના 25 વર્ષના યુવાને રિમોટ કંટ્રોલ મારફતે ડ્રોન ઉડાડી જમીન કે માનવ જિંદગીને જોખમકારક કૃત્ય કર્યું હોવાથી આ અંગે દ્વારકા પોલીસે તેની સામે બી.એન.એસ.ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરી હતી.
