જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા નરશીભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા નામના 50 વર્ષ ના આઘેડે ગઈકાલે રાત્રે પોતાના ઘેર આંખોની બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પુત્ર અજય નરશીભાઇ બાંભણિયાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. જે.પી. સોઢા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી, વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક આધેડ, કે જેઓને આંખે ઓછું દેખાતું હતું, જેની દવા પણ ચાલુ હતી. ઉપરાંત એક વર્ષ પહેલાં આંખનું ઓપરેશન કરાવેલું હતું, પરંતુ ફરીથી આંખોમાં દેખાતું બંધ થઈ જતાં જિંદગીથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
