મોરબીના સનાળામાં માનસિક અસ્થિર વૃધ્ધે અગાશી પરથી લગાવી મોતની છલાંગ

મોરબીમાં સનાળામાં માનસિક અસ્થિર વૃધ્ધે અગાશી પરથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…

મોરબીમાં સનાળામાં માનસિક અસ્થિર વૃધ્ધે અગાશી પરથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના શનાળા ગામે રહેતાં સંજયભાઈ અમૃતલાલ સિંધવ નામના 60 વર્ષના વૃધ્ધ પોતાના ઘરે હતાં ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં માનસિક બિમારીથી કંટાળી અગાશી પરથી છલાંગ લગાવી હતી. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં શાપરમાં કારખાનામાં કામ કરતો સંતકુમાર બાવાદીન ભારતી નામનો 22 વર્ષનો શ્રમિક યુવાન અકસ્માતે અગાશી પરથી ગબડી પડયો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *