લાંબા સમયથી ચાલતા કાનુની વિવાદોમાં પક્ષકારોની મનોસ્થિતિ ધ્યાને લેવી જોઇએ: હાઇકોર્ટ

ફેમીલી કોર્ટે લગાવેલો દંડ રદ કર્યો: જજે કહ્યું, બાળકોની કસ્ટડીની લડાઇમાં ભાવનાત્મક તકલીફ અને કાનૂની અજ્ઞાનતાને સમજવી જરૂરી ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં કહ્યું છે…

ફેમીલી કોર્ટે લગાવેલો દંડ રદ કર્યો: જજે કહ્યું, બાળકોની કસ્ટડીની લડાઇમાં ભાવનાત્મક તકલીફ અને કાનૂની અજ્ઞાનતાને સમજવી જરૂરી

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં કહ્યું છે કે લાંબા સમય સુધી ચાલતા કાનૂની વિવાદો, ખાસ કરીને બાળકોની કસ્ટડીની લડાઈમાં પક્ષકારોની માનસિક તકલીફ અને કાનૂની જાણકારીના અભાવને ધ્યાનમાં લેવો જોઈએ. આ ચુકાદામાં કોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા એક મહિલા પર લગાવવામાં આવેલો રૂૂ. 11,000નો દંડ રદ્ કરી દીધો છે. ન્યાયમૂર્તિ એમ.કે. ઠક્કરે આ ચુકાદો આપ્યો હતો. આ કેસ એક ફિઝિયોથેરાપિસ્ટ મહિલા અને તેના ડેન્ટિસ્ટ પતિ વચ્ચે તેમના 11 અને 8 વર્ષના બાળકોની કસ્ટડી અંગેના વિવાદમાંથી ઉદ્ભવ્યો હતો.

ફેમિલી કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન મહિલાએ ગુજરાત હાઈકોર્ટની એક લાઈવ સ્ટ્રીમિંગ હિયરિંગના ફૂટેજ પેન ડ્રાઈવમાં ભરીને પુરાવા તરીકે રજૂ કરવા માટે અરજી કરી હતી. પરંતુ પાછળથી તેને ખબર પડી કે હાઈકોર્ટના નિયમો અનુસાર આવા લાઈવ સ્ટ્રીમિંગ ફૂટેજને પુરાવા તરીકે વાપરવા પર સખત પ્રતિબંધ છે.
આ પછી મહિલાએ તાત્કાલિક પોતાની અરજી પાછી ખેંચવા માગણી કરી, પરંતુ ફેમિલી કોર્ટે તેને નકારી કાઢી અને શરૂૂઆતમાં રૂૂ. 20,000નો દંડ લગાવ્યો હતો, જેને પાછળથી રૂૂ. 11,000 કરી દેવામાં આવ્યો હતો. નીચલી કોર્ટે આ બાબતને કોન્ટેમ્પ્ટની કાર્યવાહી માટે પણ રેફર કરી દીધી હતી.

હાઈકોર્ટે નોંધ્યું કે મહિલાની કાર્યવાહી કદાચ ખરાબ સલાહ અને બાળકોની કસ્ટડીની લડાઈમાં થતી તીવ્ર ભાવનાત્મક તકલીફના કારણે થઈ હતી. ન્યાયમૂર્તિ ઠક્કરે કહ્યું કે ફેમિલી કોર્ટે આ ઘટનાને અલગથી જોવાને બદલે સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેવી જોઈતી હતી. આ કારણે હાઈકોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને રદ્ કરી દીધો છે.

આ ચુકાદો એ સંદેશ આપે છે કે કુટુંબ વિવાદોમાં ન્યાયિક અધિકારીઓએ પક્ષકારોની માનસિક સ્થિતિ અને તેમની કાનૂની સમજણના અભાવને વધુ સંવેદનશીલતાથી જોવો જોઈએ. આવા કેસોમાં દંડ કે સખત કાર્યવાહી કરતાં પહેલાં સંપૂર્ણ તથ્યોની તપાસ કરવી અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *