કાશ્મીરમાં મહેબુબાએ ટ્રમ્પને નેતન્યાહુના પોસ્ટરો સળગાવ્યા

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવ્યો તેને લઈને ભારતના ઘણા મુસ્લિમ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં વિરોધ…

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવ્યો તેને લઈને ભારતના ઘણા મુસ્લિમ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ સમયે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી દ્વારા શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં તેમણે ઇઝરાયલના વડાપ્રધાન અને ડોનાલ્ડ ટ્રમ્પના પોસ્ટર સળગાવ્યા હતા.

જે સમયે તેમણે આ પોસ્ટ સળગાવ્યા ત્યારે તેમની પાર્ટીના કાર્યકર્તાઓ પણ ત્યાં હાજર હતા. પીડીપી અધ્યક્ષે સોશિયલ મીડિયા પર પ્રદર્શનનો વીડિયો શેર કરતા કહ્યું કે જે લોકો તમારી સાથે શાંતિથી ઊભા છે. હું તેમની સાથે શાંતિથી ઊભી છું અને જે લોકો તમારો વિરોધ કરી રહ્યા છે તે લોકોનો હું હંમેશા વિરોધ કરતી રહીશ.ઉલ્લેખનીય છે કે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતને લઈને જમ્મુ કાશ્મીરમાં પણ વિરોધ પ્રદર્શન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનના પડઘા સમગ્ર મહેબૂબા મુફ્તી દ્વારા ટ્રમ્પ અને નેતન્યાહુના પોસ્ટરોને સળગાવવામાં આવ્યા છે જેથી આ મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *