ગરમી અને ઉકળાટથી રાહત મળશે, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની હવામાન ખાતાનો વરતારો
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે. ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ ખાબકી શકે છે. આગામી 30 અને 31 મે સહિત પહેલી જૂને આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસહ્ય બફારા સાથે ઉકળાટ વચ્ચે હજુ લોકોને ગરમીમાંથી મુક્તિ મળવાના અણસાર નથી.આજથી ત્રણ દિવસ સુધી દ્વારકા, જામનગર, પોરબંદર, સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ઉષ્ણલહેરની ચેતવણી આપવામાં આવી છે. બીજી બાજુ હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે. ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ ખાબકી શકે છે. આગામી 30 અને 31 મે સહિત પહેલી જૂને આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદની આગાહી છતાં તાપમાન 40થી 41 ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30મી મેના રોજ બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ થઈ શકે છે. જ્યારે 31મી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પહેલી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, ભાવનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે.
