રાજકોટમાં રહેતી પરિણીતા પડધરીમાં તેના પિતાને ઘરે હતી ત્યારે પ્રેમીને પામવા પતિ સાથે છુટાછેડા લેવા માટે પિતા પર દબાણ લાવવા એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી છે. રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા શાંતિનગરમાં રહેતી રાજલબેન રાહુલભાઈ મકવાણા નામની 35 વર્ષની પરિણીતા પડધરીમાં રહેતાં પિતા ગોવિંદભાઈના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં રાજલબેનના 10 વર્ષ પહેલા રાહુલ મકવાણા સાથે લગ્ન થયા છે અને તેમને સંતાનમાં બે પુત્ર છે. રાજલ મકવાણાના હાજાપરના જયેશ નામના યુવાન સાથે છેલ્લા ચાર વર્ષથી આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો છે. રાજલબેને પ્રેમીને પામવા પતિ રાહુલ સાથે છુટાછેડા અપાવી દયો તેવું પિતાને કહી એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
