ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જરગલી ગામની ધોકાધાર સીમમાં પોલીસે માદક પદાર્થો સામે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જઘૠ ઇન્ચાર્જ પી.આઈ. કે.એમ. કાગડા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. ચોક્કસ બાતમીના આધારે, જઘૠ ટીમે જરગલી ગામની સીમમાં લાલજીભાઈ કાળુભાઈ પરમારના ખેતરમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ખેતરમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર અને સૂકવેલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા ગાંજાનો સ્થાનિક તેમજ બહારના વિસ્તારોમાં સપ્લાય કરવાનો ઈરાદો હતો. આ મામલે સંડોવાયેલા શખ્સોની પૂછપરછ શરૂૂ કરવામાં આવી છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે. આરોપીઓ સામે ગઉઙજ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં માદક પદાર્થો સામેની આ ચોથી મોટી રેઇડ છે. અગાઉ પણ જિલ્લામાં ગાંજો અને ચરસ સહિતના નશીલા પદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીને કારણે ગેરકાયદે નશાના ધંધામાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગીર સોમનાથ જિલ્લાને નશામુક્ત બનાવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો નશીલા પદાર્થોની હેરાફેરી કે ગેરકાયદે પ્રવૃત્તિ અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે.
નશા સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે ગીર સોમનાથ પોલીસની આ કાર્યવાહી જિલ્લાવાસીઓમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના મજબૂત કરે છે. એક માસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટિમ દ્વારા જિલ્લામાં અલગ અલગ ચાર રેઇડ કરી અંદાજે 40 લાખ નો માદક પદાર્થ નો જથ્થો પકડી પડેલ છે. જેમાં રૂૂ. 3,72,350 ની કિંમત નું હસીશ ચરસ, તેમજ 36,11,300 નું મારીજુએના હસીશ નો જથ્થો ઝડપી પાડ્યો છે.
