જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 5 આતંકવાદીઓનેઠાર કર્યા છે. જયારે બે જવાન પણ ઘાયલ થયા છે.…

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 5 આતંકવાદીઓનેઠાર કર્યા છે. જયારે બે જવાન પણ ઘાયલ થયા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ વિસ્તારમાં હજુ કેટલાક આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે. સેનાના જવાનો અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ છે. આ એન્કાઉન્ટર કુલગામના બેહીબાગ પીએસના કદ્દેર ગામમાં ચાલી રહ્યું છે.

દક્ષિણ કાશ્મીરના કુલગામ અને શોપિયાં જિલ્લાની સરહદે આવેલા બિહીબાગ-કદ્દરમાં સુરક્ષા દળો દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન 4 થી 5 આતંકવાદીઓના જૂથની હાજરીની માહિતી મળી હતી. જે બાદ બંને તરફથી ગોળીબાર થયો હતો.

ભારતીય સેનાના ચિનાર કોર્પ્સનું કહેવું છે કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. ચિનાર કોર્પ્સે એક્સ પર માહિતી આપી, ‘ઓપરેશન કાદર, કુલગામ. 19 ડિસેમ્બર, 2024 ના રોજ, આતંકવાદીઓની હાજરીથી સંબંધિત ઇનપુટ્સના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કાદર, કુલગામમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સતર્ક સૈનિકો દ્વારા શંકાસ્પદ ગતિવિધિઓ જોવામાં આવી હતી અને જ્યારે તેને પડકારવામાં આવ્યો ત્યારે આતંકવાદીઓએ ભારે ગોળીબાર કર્યો હતો. અમારા સૈનિકોએ તરત જ જવાબી કાર્યવાહી કરી. ઓપરેશન ચાલુ છે.

જમ્મુ-કાશ્મીર પર આજે અમિત શાહની સમીક્ષા બેઠક

આ એન્કાઉન્ટર એવા દિવસે થયું છે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, સેના, અર્ધલશ્કરી દળો, જમ્મુ-કાશ્મીર પ્રશાસન, ગુપ્તચર એજન્સી અને ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ આ બેઠકમાં ભાગ લઈ શકે છે. ગૃહમંત્રીને વર્તમાન પરિસ્થિતિ અને સરહદી વિસ્તારોની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવશે.

આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત આતંકવાદી ઘટનાઓ બની છે. 20 ઓક્ટોબરે મધ્ય કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં સાત લોકો માર્યા ગયા હતા. આ ઘટના પહેલા કાશ્મીરમાં કામ કરતા બહારના લોકો પર પણ હુમલા થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *