900 કિલો સોનાના આભૂષણો સાથે આહીરાણીઓનો મહારાસ

નવરાત્રિ પર્વ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે. રાજ્યના અલગ-અલગ સમાજો પોતાની આગવી પરંપરા, પહેરવેશ અને સાંસ્કૃતિક ઓળખ…

નવરાત્રિ પર્વ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે. રાજ્યના અલગ-અલગ સમાજો પોતાની આગવી પરંપરા, પહેરવેશ અને સાંસ્કૃતિક ઓળખ સાથે નવરાત્રિની ઉજવણી કરતા હોય છે. ત્યારે રાજકોટમાં આહીર સેના દ્વારા આયોજિત આહીર ગરબા મહોત્સવમાં પરંપરા, ભક્તિ અને આભૂષણોની ઝળહળાટનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

રાજકોટમાં આહીર સમાજના પરંપરાગત પોશાકમાં 15000 કરતા વધુ બહેનો 900 કિલો સોનાના ઘરેણાં પહેરી રાસ-ગરબા રમી હતી, આહીરાણીઓના પરંપરાગત વસ્ત્રો, ઘરેણાં અને રાસ રમવાની આગવી શૈલી સમાજની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરે છે. નવરાત્રિ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સમાજની પરંપરા અને ઓળખને નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ પણ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *