બંગાળની ખાડીમાં લો-પ્રેસરથી ચોમાસાને સંજીવની

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે બપોરે જાહેર કરેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. આ સિસ્ટમના કારણે…

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે બપોરે જાહેર કરેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. આ સિસ્ટમના કારણે પૂર્વ અને મધ્ય ભારતમાં આગામી બે-ત્રણ દિવસમાં ભારે વરસાદનો દોર ચાલુ રહેશે, જ્યારે અઠવાડિયાના અંતે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં પણ ચોમાસો ફરી સક્રિય થવાની સંભાવના છે.

આજે સવારે 5:30 વાગ્યે ઉત્તર બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો હતો, જે સવારે 8:30 સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ સરકી ગયો. માનસૂન ટ્રફનો પશ્ચિમી છેડો સામાન્ય સ્થિતિથી ઉત્તરે છે, જ્યારે પૂર્વી છેડો સમુદ્ર સપાટી પર સામાન્ય સ્થિતિ નજીક છે. દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારો પર મધ્ય વાતાવરણમાં ચક્રવાતી પરિભ્રમણ પણ સક્રિય રહ્યું છે. ઉત્તરી હરિયાણાથી બંગાળની ખાડી સુધી ટ્રફ ફેલાયેલી છે.

આવતીકાલ સુધીમાં ઓડિશા તથા છત્તીસગઢમાં કેટલાક સ્થળોએ ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગાંગેય પશ્ચિમ બંગાળ અને તટીય આંધ્ર પ્રદેશમાં કાલ સુધીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. પશ્ચિમી મધ્ય પ્રદેશમાં 12 થી 14 અને પૂર્વી મધ્ય પ્રદેશમાં 12 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે.
અંદામાન-નિકોબાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 16 સપ્ટેમ્બર સુધી મોટા વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડું અને વીજળી રહેશે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે મધ્યમથી તીવ્ર વીજળી કડાકાની પ્રવૃત્તિ રહેવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં આવતીકાલથી 14 સપ્ટેમ્બરે અને પૂર્વી રાજસ્થાનમાં 13 થી 15 સપ્ટેમ્બરે મોટા વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડું રહી શકે છે.

ઈંખઉની સાત દિવસની આગાહી મુજબ ગુજરાત વિસ્તારમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 13-14 સપ્ટેમ્બરે મોટા વિસ્તારમાં કે વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. 10-11 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત વિસ્તારમાં તથા 10-12 અને 15-16 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાંક કે છૂટાછવાયો વરસાદ રહી શકે છે.

12 સપ્ટેમ્બરે ગુજરાત વિસ્તાર અને મધ્ય મહારાષ્ટ્રમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. 13-14 સપ્ટેમ્બરે ગુજરાત વિસ્તારમાં અને 14 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાંક અતિ ભારે વરસાદની પણ ચેતવણી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 13 અને 15 સપ્ટેમ્બરે ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે. કોંકણ-ગોવામાં 10 થી 16 સપ્ટેમ્બર સુધી વ્યાપક વરસાદ રહેશે; 13 સપ્ટેમ્બરે ત્યાં ક્યાંક ભારે વરસાદની સંભાવના છે.

12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત વિસ્તાર, સૌરાષ્ટ્ર-કચ્છ, કોંકણ-ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં વાવાઝોડું, વીજળી અને 40-50 કિમી/કલાકની ઝડપની પવન (જે 60 કિમી/કલાક સુધી પહોંચી શકે) ફૂંકાવાની સંભાવના છે. મરાઠવાડામાં આવી પરિસ્થિતિ 11 થી 13 સપ્ટેમ્બરે રહી શકે છે.

ગુજરાત માટે મુખ્ય તારીખો
12 સપ્ટેમ્બર: ગુજરાત વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ; વાવાઝોડું-પવનની શરૂૂઆત
13-14 સપ્ટેમ્બર: ગુજરાત વિસ્તારમાં વ્યાપક વરસાદ; ક્યાંક અતિ ભારે વરસાદ
13-14 સપ્ટેમ્બર: સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપક વરસાદ; 14ના રોજ ક્યાંક અતિ ભારે
13-15 સપ્ટેમ્બર: ગુજરાત કિનારા નજીક અરબ સાગરમાં માછીમારો માટે ચેતવણી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *