લખનઉમાં મોદીના કાર્યક્રમ બાદ લૂંટફાટ, કુંડાઓની ઉઠાંતરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લખનઉ ખાતેના કાર્યક્રમની સમાપ્તિ બાદ શહેરને શરમજનક સ્થિતિમાં મૂકી દે તેવી તસવીરો સામે આવી છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પછી, ત્યાં અને…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લખનઉ ખાતેના કાર્યક્રમની સમાપ્તિ બાદ શહેરને શરમજનક સ્થિતિમાં મૂકી દે તેવી તસવીરો સામે આવી છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પછી, ત્યાં અને આસપાસના વિસ્તારમાં શણગાર માટે લગાવવામાં આવેલા કૂંડાઓની લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ દરમિયાન, પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન અને આદર્શોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં આ સ્થળનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રેરણા સ્થળ અને તેની આસપાસના વિસ્તારોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા. શહેર લીલુંછમ અને સુંદર દેખાય તે માટે લખનઉ વિકાસ પ્રાધિકરણ (LDA) અને નગર નિગમ દ્વારા રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ માર્ગ, ગ્રીન કોરિડોર અને વસંત કુંજ રોડ પર નાના-નાના આકર્ષક કૂંડા અને હેંગિંગ વોલ લગાવવામાં આવ્યા હતા.

પરંતુ વડાપ્રધાનના રવાના થતાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ગ્રીન કોરિડોરની સુંદરતા પર ગ્રહણ લાગી ગયું. LDA અને નગર નિગમે જે કૂંડાઓને શણગાર માટે લગાવ્યા હતા, તેને લોકો પોતાના વાહનોમાં ભરીને ઘરે લઈ જવા લાગ્યા. કેટલાક લોકો હાથમાં લઈને, તો કેટલાક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પર લાદીને કૂંડા લઈ જતા જોવા મળ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *