લોધિકા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 7 મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા

લોધીકા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 7 મોબાઇલ સુધી કાઢી મુળ માલિકને પરત કર્યા હતા પોલીસે મોબાઇલ ગુમ થયાની અરજીના આધારે…

લોધીકા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 7 મોબાઇલ સુધી કાઢી મુળ માલિકને પરત કર્યા હતા પોલીસે મોબાઇલ ગુમ થયાની અરજીના આધારે તપાસ હાથ ધરી 88 હજારના મોબાઇલ શોધી કાઢયા હતા.
રાજકોટ રેંજના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજની સૂચનાથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાર્થક થાય તે હેતુથી ગુમ થયેલા મોબાઈલને પોલીસ સ્ટેશન ખાતે આવેલી અરજીઓને CEIR પોર્ટલ તથા ટેકનિકલ સોસીસથી ઝડપથી શોધીને મૂળ માલિકને પરત કરવા સુચના આપી હોય જે અન્યવે લોધિકા પોલીસ સ્ટેશનના પીઆઇ યુ.આર.ડામોર સહિતના સ્ટાફે અલગ અલગ ટીમો મારફતે લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા કુલ 88 હજારના 7 મોબાઇલને CEIR પોર્ટલ તથા ટેકનિકલ સોસીસથી ગણતરીના દિવસોમાં શોધીને મૂળ માલિકને સુપ્રત કરવાની કાર્યવાહી કરી હતી. આ કામગીરી લોધીકા પોલીસ મથકાન પીઆઇ ડામોર, એએસઆઇ ગોપાલભાઇ, હેડકોન્સ્ટેબલ માધવજીભાઇ તથા કોન્સ્ટેબલ અભયભાઇ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *