સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે રસ્તા પર બેસી આંદોલન કરતાં અફરાતફરી
મોરબીના શનાળા બાયપાસ પર આવેલી રાજપર ચોકડી ખાતે આજે સ્થાનિક લોકો અને યુવાનો દ્વારા સ્પીડ બ્રેકરના મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. અહીંથી સ્પીડ બ્રેકર ગાયબ થઈ જતા વાહનો બેફામ ઝડપે પસાર થઈ રહ્યા છે, જેને પગલે અકસ્માતનો ભય રહેતો હોય સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવી રસ્તો બ્લોક કર્યો હતો. જો કે અંતે પોલિસે એક્શનમાં આવી સ્થાનિકોને રોડ ઉપરથી હટાવી ચક્કાજામ દૂર કર્યો છે.
શનાળા હાઈવે ઉપરનું ગામ હોય અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો અને વાહનો રોડ ક્રોસ કરતા હોય છે. ત્યારે અહીં તાજેતરમાં જ નાખેલા નબળી ગુણવત્તાના સ્પીડ બ્રેકર કોઈએ કાઢી નાખ્યા હતા. જેના કારણે સ્થાનિકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું હોય વારંવારની રજૂઆતો અને તંત્રની ઘોર બેદરકારીથી કંટાળીને આજે લોકોએ રાજપર ચોકડીએ રસ્તા પર ઉતરી ચારેય તરફનો ટ્રાફિક રોકી દીધો હતો, જેના કારણે બંને બાજુ વાહનોની ખૂબ જ લાંબી કતારો લાગી ગઈ હતી.
જોકે, બનાવની જાણ થતાં 30 થી 40 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.શરૂૂઆતમાં પોલીસે સ્થાનિકોને સમજાવ્યા હતા પણ સ્થાનિકો સ્પીડ બ્રેકર જ્યા સુધી બનાવવાનું શરૂૂ નહીં થાય ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રાખવા અડગ હતા. બાદમાં ટ્રાફિક જામને પગલે તમામ પોલીસ જવાનોએ રસ્તા પર આવીને વિરોધ કરી રહેલા લોકોને ત્યાંથી દૂર કર્યા હતા. પોલીસે હસ્તક્ષેપ ક2ી લોકોને હટાવ્યા બાદ છેવટે આ ટ્રાફિક જામ ખોલવામાં આવ્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે.
