દિવના નાગોઆ બીચ પર વોટર સ્પોર્ટ્સ સંચાલકો વિરુદ્ધ પ્રવાસન વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.વેઇટિંગ ચેરનોગેરકાયદેભાડુંવસુલવા માં આવતા આ બાબતે અખબારી એહવાલો પ્રગટ થતાં તંત્રએ તાત્કાલિક તપાસ હાથ ધર્યા બાદ સપાટો બોલાવી દીધો હતો.અનઅધિકૃત વેઇટિંગ ચેરનો ભાડું વસુલનાર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી સંચાલકો નું તાત્કાલિક અસરથી લાયસન્સ સસ્પેન્ડ કરવાના આદેશો દિવ પ્રવાસન વિભાગે જાહેર કરતા દિવના દરિયા કિનારે અને સ્પોર્ટ્સ એક્ટિવિટી સંચાલકોમાં સોપો પડી જવા પામ્યો હતો.
દિવના નાગવા બીચ પર વેઇટિંગ ચેરનો અનઅધિકૃત ભાડું વસુલાત કરવામાં આવતું હોવાની પ્રવાસીઓની ફરિયાદ તેમજ મીડિયા અહેવાલોને પગલે દિવ પ્રવાસન વિભાગ ત્વરિત હરકતમાં આવ્યું હતું.અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસમાં ખુલવા પામ્યું હતું કે નાગવા બીચ પર કેટલાક વોટર સ્પોર્ટ્સ સંચાલકો કથિત રીતે વેઇટિંગ ચેરના ઉપયોગ માટે પ્રવાસીઓ પાસેથી પૈસા વસૂલ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન કાયદા અને નિયમો અનુસાર આવા અનધિકૃત ચાર્જ વસૂલવા પર સખત પ્રતિબંધ છે.તેમ છતાંય અનઅધિકૃત ભાડું વસુલવામાં આવતું હતું. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ એક્ટિવિટી સંચાલકોના લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ દીવ પ્રવાસન નિયામક શિવમ મિશ્રા દ્વારા કરવામાં આવ્યો હતો.પ્રવાસન વિભાગના કડક આદેશને પગલે કેન્દ્ર સાશીત પ્રદેશ દીવમાં ખળભળાટ મચ્યો છે.
સાથે જ દીવ વોટર સ્પોર્ટ્સ એસોસિએશને આવા કોઈપણ ગેરરીતિ,બિન-પાલનના કેસોની જાણ વહેલી તકે સંબંધિત સત્તાવાળાઓને કરવાની રહેશે તેવી ખાસ તાકીદ પણ કરવામાં આવી છે. અને આવી પ્રવૃત્તિઓમાં જોડાવા અથવાપ્રોત્સાહન આપવાનું ટાળવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે.આ હુકમ ની નકલ વિજયસાગર વોટર સ્પોર્ટ્સ તેમજ વિજય વોટર સ્પોર્ટસ તથા દીવ વોટર સ્પોર્ટ્સ એસોસિએશન નાગવા બીચ દીવના સંચાલકોને મોકલી આપવામાં આવી છે.દિવ વહીવટી તંત્ર ની તત્કાલ અસરની કામગીરીને પગલે સ્પોર્ટ્સ એક્ટિવિટી સંચાલકો સહિત નાગવા બીચ પર સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.તો બીજી તરફ ભોગ બનનાર પ્રવાસીઓએ દિવ પ્રવાસન વિભાગની કામગીરી ને બિરદાવી તેઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
દિવ ટુરિઝમનો સંપર્ક કરવા અપીલ
પ્રવાસીઓને પજવણી કરનાર કે નિયમ વિરુદ્ધ કામ કરનાર કોઈપણ એજન્સીને બક્ષવામાં આવશે નહીં. પ્રવાસીઓ માટે તંત્રએ સૂચના પણ જાહેર કરી છે કે સહેલાણીઓ ભાડાની જાણકારી મેળવી લેવી. કોઈ પણ એક્ટિવિટી કરતા પહેલા અધિકૃત રેટ લિસ્ટ તપાસી લેવું.જો કોઈ સંચાલક વધારાના રૂૂપિયા કે ગેરકાયદેસર ભાડું માંગે, તો તુરંત બીચ પર હાજર પ્રવાસન વિભાગના અધિકારીઓ અથવા હેલ્પલાઇન નંબર પર યા તો દિવ ટુરિઝમ કાર્યાલય નો રૂૂબરૂૂ સંપર્ક કરી ફરિયાદ કરવા જણાવાયું છે.
