ગીરગઢડાના ઝાંખિયા ગામે દાદા સાથે રમતા પૌત્ર પર દીપડાનો હુમલો

પરિવારે દીપડાને ભગાડી ત્રણ વર્ષના પુત્રને બચાવ્યો, સાત દિવસમાં ત્રીજી ઘટના ગીર ગઢડા તાલુકાના ઝાંખીયા ગામ નજીક આવેલા પોપટડી નેસ વિસ્તારમાં દીપડાએ એક 3 વર્ષના…

પરિવારે દીપડાને ભગાડી ત્રણ વર્ષના પુત્રને બચાવ્યો, સાત દિવસમાં ત્રીજી ઘટના

ગીર ગઢડા તાલુકાના ઝાંખીયા ગામ નજીક આવેલા પોપટડી નેસ વિસ્તારમાં દીપડાએ એક 3 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. જોકે, પરિવારજનોની સમયસૂચકતા અને સતર્કતાને કારણે બાળકનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર નેસ વિસ્તારના રહીશોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે.પોપટડી નેસમાં રહેતા રાજેન્દ્ર બાલુભાઈ ભાલીયાનો 3 વર્ષનો પુત્ર માનવ રાત્રિના સમયે તેના દાદા પાસે રમી રહ્યો હતો. તે દરમિયાન શિકારની શોધમાં આવેલો દીપડો અચાનક ત્યાં ધસી આવ્યો હતો અને દાદાની નજર સામે જ માસૂમ બાળક પર હુમલો કરી તેના પગના ભાગે ઈજા પહોંચાડી હતી.

બીજી તરફ, ઇજાગ્રસ્ત બાળક માનવને તાત્કાલિક સારવાર અર્થે ગીર ગઢડાની હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે બાળકના પગના ભાગે થયેલી ઈજાની સારવાર કરી તેને ભયમુક્ત જાહેર કર્યો છે.
જોકે, છેલ્લા 7 દિવસમાં દીપડાના હુમલાની આ 3જી ઘટના સામે આવતા સ્થાનિકોમાં વન વિભાગ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *