19 ઓકટોબર પહેલાં પંજાબ છોડી દો, આતંકી પન્નુની ધમકી

દિવાળી પર અયોધ્યામાં અંધારું કરી દેવાની પણ ગીદડ ધમકી ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સિખ ફોર જસ્ટિસ (SFJ)ના ગુરપતવંત સિંહ પન્નુએ એક વિડિયો જાહેર કરીને અન્ય રાજ્યોથી…

દિવાળી પર અયોધ્યામાં અંધારું કરી દેવાની પણ ગીદડ ધમકી

ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સિખ ફોર જસ્ટિસ (SFJ)ના ગુરપતવંત સિંહ પન્નુએ એક વિડિયો જાહેર કરીને અન્ય રાજ્યોથી પંજાબ આવેલા લોકોને 19 ઑક્ટોબર પહેલાં પંજાબ છોડીને જવાની ધમકી આપી છે. તેણે ધમકી આપી છે કે પંજાબમાં તે જ રહેશે જે દિવાળી નહીં ઊજવે.

આ વર્ષે દિવાળી પર જ્યારે અયોધ્યામાં લાખો દીવડા પ્રગટશે ત્યારે હું ત્યાં અંધારું કરાવીશ. પંજાબ હિન્દુસ્તાનનો હિસ્સો નથી. જે પંજાબીઓ હિન્દુત્વનો આતંક ફેલાવવાનું કામ કરે છે તે પંજાબ છોડે. જે નહીં માને તેને ગંભીર પરિણામો ભોગવવાં પડી શકે છે. ઉલ્લેખનીય છે કે આતંકી પન્નુ અવાર નવાર આવી ધમકીઓ આપતો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *