જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો, કાલે એન્કાઉન્ટરમાં 3 આતંકી મર્યા હતા

  ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી પણ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લામાંથી ઓપરેશન કેલર…

 

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી પણ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લામાંથી ઓપરેશન કેલર હેઠળ સુરક્ષાદળોને શુકરુ જંગલ વિસ્તારમાંથી મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. ઓપરેશન કેલર હેઠળ સુરક્ષાદળોએ ગઈકાલે લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતાં.

ગઈ કાલે દક્ષિણ કાશ્મીરના શોપિયાન જિલ્લાના કેલરના શુક્રુ વન વિસ્તારમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી. સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LET)ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. આજે આ કાર્યવાહીમાં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

https://x.com/PTI_News/status/1922541202336817428

સીમા પર ગોળીબાર બંધ થતાં જ સુરક્ષા દળોએ ઘરમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવાનું શરૂ કરી દીધું છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાન જિલ્લામાં મંગળવારે સવારે 8 વાગ્યે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. આમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર શાહિદ કુટ્ટે અને અદનાન શફી સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા.

ત્રીજા આતંકવાદીની ઓળખ મુરાન (પુલવામા) ના રહેવાસી અહસાન-ઉલ હક શેખ તરીકે થઈ છે. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં AK 47 રાઈફલ, મેગેઝિન, ગ્રેનેડ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *