મહારાષ્ટ્રમાં ભાષાનો મુદ્દો ગરમાયો, રિક્ષા ટેકસી ચલાવવા માટે મરાઠી ફરજિયાત

મહારાષ્ટ્રમાં ભાષાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે પરપ્રાંતિય ડ્રાઈવરો અને વ્યવસાયીઓને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, જેમને મહારાષ્ટ્રમાં કામ…

મહારાષ્ટ્રમાં ભાષાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે પરપ્રાંતિય ડ્રાઈવરો અને વ્યવસાયીઓને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, જેમને મહારાષ્ટ્રમાં કામ કરવું છે કે વેપાર કરવો છે, તેમણે મરાઠી શીખવી જ પડશે. 1 મે એટલે કે ’મહારાષ્ટ્ર દિવસ’થી પ્રાદેશિક પરિવહન કાર્યાલય આ નિયમનું કડક પાલન કરાવવા રસ્તા પર ઉતરશે.

થાણેમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સરનાઈકે સ્પષ્ટ કર્યું કે, મીરા-ભાઈંદર સહિતના વિસ્તારોમાં એવા ડ્રાઈવરોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેમને મરાઠી બોલતા આવડતું નથી. 29 એપ્રિલે આ અંગેનો રિપોર્ટ રજૂ થશે અને 30 એપ્રિલે RTOના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાશે. મંત્રીએ તર્ક આપ્યો હતો કે, જો રિક્ષા કે ટેક્સી ચાલક મરાઠી નહીં જાણે, તો તે મુસાફરોની વાત કેવી રીતે સમજશે?

સરનાઈકે આક્રમક તેવરમાં કહ્યું કે, “આ કોઈ નવો નિયમ નથી, 2019થી અમલમાં છે, પણ હવે અમે તેનો કડક અમલ કરાવીશું.” તેમણે ઉમેર્યું કે અન્ય રાજ્યોમાં પણ સ્થાનિક ભાષા પ્રત્યે સમાન આગ્રહ રાખવામાં આવે છે, ગૌરવ સામે પ્રશ્નો કેમ ઉઠાવવામાં આવે છે? કોઈપણ રાજકીય દબાણ કે વિરોધ છતાં સરકાર આ નિર્ણયથી પાછી પાની કરશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *