ગુજરાતમાં લેન્ડગ્રેબીંગ એક્ટના કાયદાનો દૂર ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા ગત તા. ૧૧ના રોજ હાઈકોર્ટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડયા બાદ રાજકોટ સહિત ગુજરાતભરમાં લેન્ડગ્રેબીંગની કામગીરીને બ્રેક લાગી ગઈ છે અને હાલ લેન્ડગ્રેબીંગને લગતા નવા કેસકરવાનું પણબંધ થઈ ગયું છે.
લેન્ડ ગ્રેબિંગ એક્ટના દુરુપયોગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થોડા દિવસ પહેલા જ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા. દરેક જિલ્લા સમિતિનું એક લેન્ડ ગ્રેબિંગ સમિતિની નિમણૂક કરવામાં આવે જેમાં પહેલા અરજદારો અને ફરિયાદીને વન ટુ વન સાંભળવામાં આવે જો જરૂરી જણાય તો સમિતિ અંતિમ નિર્ણય લેતા પહેલા પક્ષકારોને નોટિસ પણ આપવા જણાવ્યું છે હવે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. લેન્ડ ગ્રેબિંગ સમિતિના નિર્ણયની જાણ પક્ષકારો કરવામાં આવે તે રીતનું એક આખો માળખું બનાવવા માટે હાઈકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા રાજ્ય સરકારનું માર્ગદર્શન મંગાવવામાં આવ્યું છે જ્યાં સુધી માર્ગદર્શન ન આવે ત્યાં સુધી લેન્ડગ્રેબિંગની જ કામગીરી પ્રક્રિયા અટકી પડી છે.
કલેક્ટર દ્વારા આગામી સમયમાં લેન્ડગ્રેબીંગ કમિટિની પ્રક્રિયા અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન મંગાવવામાં આવ્યું છે. બાદમાં રાજ્ય સરકારનું જે રીતે માર્ગદર્શન આવશે તે રીતે કરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે. હાલ કલેક્ટર કચેરીમાં કાર્યરત લેન્ડ ગ્રેબિંગ બે જેટલા જ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ હવે નવો વિભાગ તૈયાર કરવામાં આવશે. તેમજ હવે ફરજિયાત અરજદારો એને સામેના પક્ષોને નોટિસ આપી વન બાય વન રૂબરૂ સાંભળવામાં આવશે. હાલ રાજકોટ કલેકટર ઓફિસ ૫૦ થી ૫૫ જેટલા કેસો પેન્ડિંગ પડયા છે. નવી ગાઈડલાઈન આવ્યા બાદ લેન્ડ ગ્રેબીંગના નવાકેસોની સુનાવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.