કચ્છ તમારા બધાની રાહ જુએ છે, રણોત્સવમાં પધારો : વડાપ્રધાન મોદી

  સોશિયલ મીડિયા ‘X’ પર નિમંત્રણ પાઠવ્યું, માર્ચ સુધી ચાલશે રણોત્સવ કચ્છમાં રણોત્સવની શરૂૂ થઈ ગયો છે. અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. કચ્છના…

 

સોશિયલ મીડિયા ‘X’ પર નિમંત્રણ પાઠવ્યું, માર્ચ સુધી ચાલશે રણોત્સવ

કચ્છમાં રણોત્સવની શરૂૂ થઈ ગયો છે. અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. કચ્છના રણ ઉત્સવમાં સફેદ રણ, કચ્છની સંસ્કૃતિને માણવા માટે દેશ-વિદેશની મોટી સંખ્યામાં પ્રવાસીયો આવતા હોય છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેકને રણ ઉત્સવ માટે આમંત્રિત કર્યા છે, રણોત્સવ માર્ચ 2025 સુધી ચાલવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, આ ઉત્સવ એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે. રણોત્સવમાં આવવા માટે લોકોને આમંત્રિત કરવા માટે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરતા લખ્યું કે, કચ્છ તમારા બધાની રાહ જુએ છે! આવો, ચાલી રહેલા રણ ઉત્સવ દરમિયાન પ્રાચીન સફેદ રણ, કચ્છની અદભૂત સંસ્કૃતિ અને ઉષ્માભર્યા આતિથ્યને પ્રાપ્ત કરો.

માર્ચ 2025 સુધી ચાલનાર આ ઉત્સવ તમારા અને તમારા પરિવાર માટે એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે. વધુમાં લખ્યું કે, કચ્છની પરંપરા, સંસ્કૃતિ અને વિરાસતના પ્રતિક સમાન આ રણ ઉત્સવ દરેકનું મન મોહી લે તેવો છે. અહીનો અદ્ભૂત ક્રાફ્ટ બજાર હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પછી ખાવા-પીવાની પરંપરા હોય અહીનો તમારો દરેક અનુભવ અદ્ભૂત અને અવિસ્મરણીય બની જાય છે. તમને બધાને મારો આગ્રહ છે કે, એક વખત તમે તમારા પરિવાર સાથે આ રણોત્સવમાં ચોક્કસથી આવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *