‘કુંભ એ શ્રધ્ધાની સાથે વિજ્ઞાન’ અમિતાભનો વીડિયો વાઇરલ

હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આ પવિત્ર તહેવારમાં લાખો લોકો સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. અમિતાભ બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ…

હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આ પવિત્ર તહેવારમાં લાખો લોકો સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે.

અમિતાભ બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ લોકોને કુંભનો મહિમા સમજાવી રહ્યા છે અને તેમાં સ્નાન કરવાના ફાયદા પણ જણાવી રહ્યા છે.

આ વીડિયો કુંભ બોલાવી રહ્યો છે શબ્દોથી શરૂૂ થાય છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન કહી રહ્યા છે, કુંભમાં ફક્ત શ્રદ્ધા જ નથી, વિજ્ઞાન પણ છે. જ્યારે આકાશમાં ખાસ નક્ષત્રો દેખાય છે, ત્યારે પૃથ્વી પર કુંભ થાય છે. સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરે છે અને તે જ સમયે ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે, પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરે છે. તે સમયે સંગમમાં સ્નાન કરવાથી શરીર અને મન એક નવી ઉર્જાથી ભરાઈ જાય છે, અંદર એક સકારાત્મક ઉર્જા ભરાઈ જાય છે, મન એકદમ ખુશ થઈ જાય છે.

અમિતાભના આ ટ્વીટ પછી ચાહકોમાં મૂંઝવણ હતી કે શું તેઓ મહાકુંભનો ભાગ બનવા પહોંચ્યા છે કે નહીં. કેટલાક યુઝર્સ ખુશ દેખાતા હતા, જ્યારે કેટલાકે તેમને ઠંડીથી સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *