35 લાખની બર્કીન બેગ, 21 લાખની રોલેક્ષ સાથે કંગનાનું રેઇનવોક

ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના લક્ઝુરિયસ લુકને લઈને ચર્ચામાં છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કંગનાએ પહેરેલી સાડી ભલે સાદી દેખાતી હોય,…

ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના લક્ઝુરિયસ લુકને લઈને ચર્ચામાં છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કંગનાએ પહેરેલી સાડી ભલે સાદી દેખાતી હોય, પરંતુ તેની સાથેની બેગ અને ઘડિયાળની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. કંગનાના આ સમગ્ર લુકની અંદાજિત કિંમત 56 લાખ હોવાનું રિપોર્ટ્સમાં જણાવાયું છે.

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કંગના રનૌત વિવિધ સાડીઓમાં જોવા મળી હતી. તાજેતરમાં તેણે મણિપુરની બ્રાન્ડની બેબી બ્લુ રંગની એરી સિલ્ક સાડી પહેરી હતી. સાડી સાથે તેણે સફેદ શોર્ટ-સ્લીવ્ઝ બ્લાઉઝ અને ખૂબ જ ઓછી જ્વેલરી પહેરી હતી. કંગનાનો આ લુક સાદો અને એલિગન્ટ લાગતો હતો, પરંતુ તેની એક્સેસરીઝે સમગ્ર લુકને ખાસ બનાવી દીધો હતો. ખાસ કરીને તેની કાળી લક્ઝરી બેગ સોશિયલ મીડિયા અને ફેશન સર્કલમાં ચર્ચાનો વિષય બની હતી.

કંગનાએ વાદળી સાડી સાથે કાળા રંગની Herm¹s Birkin બેગ કેરી કરી હતી. રિપોર્ટ્સ અનુસાર આ બેગની બજાર કિંમત આશરે 35 લાખ છે. બેગમાં સિગ્નેચર ટોપ હેન્ડલ અને ગોલ્ડ હાર્ડવેર આપવામાં આવ્યા છે. સાદી સાડી સાથે કાળી બેગે કંગનાના સમગ્ર લુકને લક્ઝુરિયસ ટચ આપ્યો હતો. Herm¹s Birkin વિશ્વની સૌથી જાણીતી લક્ઝરી હેન્ડબેગ્સમાંની એક માનવામાં આવે છે અને તેની વિવિધ ડિઝાઇન, મટિરિયલ અને મોડલ પ્રમાણે કિંમતમાં મોટો તફાવત જોવા મળે છે. કંગનાના લુકમાં તેની કાંડા પર પહેરેલીRolex Lady-Datejust ઘડિયાળ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ચોકલેટ બ્રાઉન ડાયલવાળી આ ઘડિયાળની કિંમત આશરે 21 લાખ હોવાનું રિપોર્ટ્સમાં જણાવાયું છે. Rolex A અનુસાર Lady-Datejust મોડલ કંપનીના જાણીતા ક્લાસિક મોડલ્સમાં સામેલ છે. ઉફયિંષીતનિેં 1945માં રજૂ કરવામાં આવી હતી અને બાદમાં તેમાં વિવિધ ટેક્નિકલ તથા ડિઝાઇન અપડેટ્સ કરવામાં આવ્યા હતા. 1957માં મહિલાઓ માટે Lady-Datejust વર્ઝન રજૂ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *