સળગેલા ઘરમાંથી કરોડોની નોટો મળી તે ન્યાયાધીશે આપ્યું રાજીનામું

મહાભિયોગનો સામનો કરી રહેલા અને ચર્ચાને ચકડોળે ચડેલા ન્યાયાધીશ વર્માના રાજીનામાએ ફરી ચર્ચા જગાવી છે. નોંધનીય છે કે તેમના નિવાસસ્થાનમાંથી બળી ગયેલી રોકડ મળી આવ્યાના…

મહાભિયોગનો સામનો કરી રહેલા અને ચર્ચાને ચકડોળે ચડેલા ન્યાયાધીશ વર્માના રાજીનામાએ ફરી ચર્ચા જગાવી છે. નોંધનીય છે કે તેમના નિવાસસ્થાનમાંથી બળી ગયેલી રોકડ મળી આવ્યાના વિવાદને પગલે, તેમને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ પાછા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમણે 5 એપ્રિલ, 2025 ના રોજ પદના શપથ લીધા હતા, અને તેમની સામે લગાવવામાં આવેલા આરોપો અંગે આંતરિક તપાસ હાલમાં ચાલી રહી છે.અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માએ રાજીનામું આપ્યું; દિલ્હીના નિવાસસ્થાનમાંથી બળી ગયેલી રોકડ મળી આવી જસ્ટિસ યશવંત વર્મા: રોકડ સંબંધિત કૌભાંડમાં ફસાયેલા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માએ પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. તેમણે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.

ઉલ્લેખ કર્યો છે તેમ, દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનમાંથી બળી ગયેલી રોકડ મળી આવી હતી. આ વિવાદ બાદ, તેમને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ પાછા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમણે 5 એપ્રિલ, 2025 ના રોજ પદના શપથ લીધા હતા. હાલમાં, તેમની સામેના આરોપો અંગે આંતરિક તપાસ ચાલુ છે.

અગાઉ તેઓના નિવાસસ્થાનેથી બળેલી અને અર્ધબળેલી નોટોના કરોડોના બંડલો મળી આવતા તેમણે હાથ ઉંચા કરી દીધા હતા. મકાનમાં આગ લાગ્યા પછી કરોડો રૂપીયા હતા એમ જણાતા ન્યાયાધીશ વર્માએ હાથ ઉંચા કરી દીધા હતા અને કહ્યું હતું કે હું આ અંગે કંઇ જ જાણતો નથી. ત્યારથી તેમના વિરૂધ્ધ ચાલતી તપાસમાં એકાએક નાટયાત્મક રીતે તેઓએ આજે નોકરી છોડી દેવાનો નિર્ણય લીધો હતો. જો કે તેઓની સામેની તમામ સ્તરની તપાસ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *