મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જોલીત બુસાની વરણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં એક મહત્વના સમાચાર સામે…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પંથકના જાગૃત અને સક્રિય યુવા નેતા જોલીતભાઈ વી. બુસાની નિમણૂક કરવામાં આવી છે.

તેમની આ નિમણૂકથી સ્થાનિક સ્તરે યુવા કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પક્ષના મોવડી મંડળે આશા વ્યક્ત કરી છે કે તેમનું સક્રિય નેતૃત્વ તાલુકામાં સંગઠનને નવી ઊંચાઈઓ પર લઈ જશે. જોલીતભાઈ બુસાની પ્રમુખ તરીકે વરણી થતા જ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પરિવાર વતી તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *