કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ’વન નેશન, વન ઇલેક્શન’ અભિયાનને આગળ ધપાવવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ હવે દેશવ્યાપી પરામર્શ પ્રક્રિયા શરૂૂ કરવા જઈ રહી છે. આ અંતર્ગત 39 સભ્યોની ઉંઙઈ આગામી 19મી મેથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવશે. સમિતિ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને અભિપ્રાયો એકત્ર કરશે.
રાજસ્થાનના સાંસદ અને કાયદાવિદ્ પી.પી. ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યરત આ સમિતિ લોકસભા અને રાજ્યસભાના કુલ 39 સભ્યોનો સમાવેશ કરે છે, જેમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યો સામેલ છે. સમિતિ આગામી ચોમાસું સત્ર પહેલાં પોતાનો અહેવાલ તૈયાર કરવાની દિશામાં કાર્યરત છે. ડિસેમ્બર 2024માં લોકસભામાં રજૂ કરાયેલા 129મા બંધારણીય સુધારા વિધેયકને લઈને ઉંઙઈ દેશભરમાં ચર્ચા અને પરામર્શ કરશે. આ પ્રક્રિયાની શરૂૂઆત ગુજરાતથી કરવામાં આવી રહી છે. ગુજરાત બાદ સમિતિ દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત લેશે.ગુજરાત પ્રવાસ દરમિયાન સમિતિ મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, કાયદાના નિષ્ણાતો, ન્યાયતંત્ર સાથે સંકળાયેલા મહાનુભાવો તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે.
આ ઉપરાંત લોકશાહી અને નાગરિક હિત સાથે જોડાયેલા સંગઠનો અને કર્મશીલો પાસેથી પણ મંતવ્યો લેવામાં આવશે. સમિતિમાં ભાજપ તરફથી અનુરાગ ઠાકુર, સંબિત પાત્રા, બંસુરી સ્વરાજ અને પુરુષોત્તમ રૂૂપાલા જેવા અગ્રણીઓ સામેલ છે. જ્યારે વિપક્ષ તરફથી કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રા, મનિષ તિવારી અને રણદીપ સુરજેવાલા ઉપરાંત અન્ય પક્ષોના સુપ્રિયા સુલે અને સંજય સિંહ જેવા નેતાઓ પણ સભ્ય તરીકે જોડાયેલા છે. અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ ’વન નેશન, વન ઇલેક્શન’ મુદ્દે 18,626 પાનાનો વિશાળ અહેવાલ તૈયાર કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો હતો. તેના આધારે બંધારણમાં નવી કલમ 82-એ ઉમેરવા માટેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. જો સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થશે અને બંધારણીય સુધારો અમલમાં આવશે, તો વર્ષ 2029થી લોકસભા અને દેશની તમામ વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાઈ શકે છે.
