જોન અબ્રાહમે ફોર્સ-3ની તૈયારી શરૂ કરી, ફ્રેન્ચાઇઝી અધિકાર પરત લીધા

ડિરેકશન માટે ભવ ધુલિયાને પસંદ કર્યા 2011માં જોન અબ્રાહમે નિશિકાંત કામત દ્વારા નિર્દેશિત ફોર્સમાં એસીપી યશવર્ધન સિંહ તરીકે કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર…

ડિરેકશન માટે ભવ ધુલિયાને પસંદ કર્યા

2011માં જોન અબ્રાહમે નિશિકાંત કામત દ્વારા નિર્દેશિત ફોર્સમાં એસીપી યશવર્ધન સિંહ તરીકે કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર સ્લીપર હિટ સાબિત થઈ હતી. એ વખતે તેણે આ ફિલ્મમાં એક ભારેભરખમ બાઇક ઉઠાવીને ફેંકવાનો સીન જાતે કરેલો અને તેના માટે ખાસ ટ્રેનિંગ લીધી હતી, તેની ઘણી ચર્ચા હતી. જોહ્ને ફરી2016માં સોનાક્ષી સિંહા સાથે ફોર્સ 2 કરી હતી.

સાત વર્ષ પછી, જોન અબ્રાહમે ફ્રેન્ચાઇઝીને રીબૂટ કરવાનું પ્લાનિંગ કરી લીધું છે, પ્રોડ્યુસર વિપુલ શાહ પાસેથી ફ્રેન્ચાઇઝના અધિકારો પાછા ખરીદી લીધાં છે. જોહ્ન છેલ્લા 2 વર્ષથી ફોર્સ 3 પર ચૂપચાપ કામ કરી રહ્યો છે, ત્યારે હવે એવા અહેવાલો છે કે જોન અબ્રાહમ ફોર્સ 3 નું શૂટિંગ શરૂૂ કરવા માટે તૈયાર છે જોન અબ્રાહમે ફોર્સ 3 નું ડિરેક્શન કરવા માટે ભવ ધુલિયાને પસંદ કર્યા છે. સૂત્રએ વધુમાં જણાવ્યું કે ભવે સ્ક્રિપ્ટમાં પોતાનો સ્પર્શ લાવ્યો છે અને જોન અબ્રાહમ સાથે આ એક્શનથી ભરપૂર સફર શરૂૂ કરવા માટે ઉત્સાહિત છે. ફોર્સ 3 2025ના અંતમા ફ્લોર પર જવાની અપેક્ષા છે. જોન ઉપરાંત, નિર્માતાઓ ફિલ્મના નકારાત્મક પાત્ર ભજવવા માટે એક મજબૂત નામ પસંદ કરવા માંગે છે. આ વિચાર બે મજબુત એક્ટર્સ વચ્ચે એક્શન ક્લેશ બનાવવાનો છે, જેમ કે ફોર્સ મા જોન અબ્રાહમ અને વિદ્યુત જામવાલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *