માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે અમેરિકન સંસદની એક સમિતિ સમક્ષ હાજર થઈને એક એવો ચોંકાવનારો અને સનસનીખેજ ખુલાસો કર્યો છે, જેનાથી સમગ્ર વિશ્વના મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. બિલ ગેટ્સે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, કુખ્યાત જાતીય ગુનેગાર જેફરી એપસ્ટિને તેમના એક જૂના એક્સ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેતર સંબંધો) ને લઈને તેમને લાંબા સમય સુધી બ્લેકમેઇલ કર્યા હતા.
એપસ્ટિન આ કથિત અફેરનો ફાયદો ઉઠાવીને બિલ ગેટ્સ પર એવું દબાણ કરતો હતો કે તેમની વચ્ચેના સંબંધો પૂરા થઈ ગયા પછી પણ બિલ ગેટ્સ ફરીથી તેની સાથે કૂટનીતિક અને સામાજિક સંપર્ક શરૂૂ કરે. બિલ ગેટ્સ અમેરિકન સંસદની ‘હાઉસ ઓવરસાઇટ એન્ડ ગવર્નમેન્ટ રિફોર્મ કમિટી’ સમક્ષ જુબાની આપવા હાજર થયા હતા. આ હાઈ-લેવલ સમિતિ જેફરી એપસ્ટિન મામલામાં વહીવટીતંત્રે કરેલી કામગીરી અને તેની જાળમાં ફસાયેલા વિશ્વના વગદાર લોકોના નેટવર્કની ઊંડી તપાસ કરી રહી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, બિલ ગેટ્સે કમિટી સામે કબૂલ્યું છે કે જ્યારે તેઓ શરૂૂઆતમાં પરોપકારના કાર્યો બહાને એપસ્ટિને મળ્યા હતા, ત્યારે તેઓ તેના ગુનાઓની ગંભીરતાને પૂરી રીતે સમજી શક્યા નહોતા.
બિલ ગેટ્સે સમિતિ સમક્ષ પોતાના અંગત જીવનની નબળાઈ સ્વીકારતા જણાવ્યું હતું કે, આ અફેર્સને અને એપસ્ટિન સાથેની મારી સત્તાવાર વાતચીતને કોઈ સીધો લેવાદેવા નહોતો, પરંતુ આ આખો મામલો જાહેર થવો મારા પરિવાર માટે ખૂબ જ દુ:ખદ અને પીડાદાયક હતો. એપસ્ટિને મારી આ ભૂતકાળની ભૂલનો પૂરો ફાયદો ઉઠાવ્યો. તેણે મારી બેવફાઈ પર અનેક જૂઠી વાતો અને અફવાઓ ઉમેરીને મારી પર ફરીથી તેની સાથે જોડાવા માટે દબાણ કર્યું હતું. જોકે, બિલ ગેટ્સે એપસ્ટિન સાથે કોઈ પણ પ્રકારના અંગત કે દોસ્તીના સંબંધો હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એપસ્ટિન સાથે તેમની મુલાકાતો માત્ર ચેરિટી, ગ્લોબલ હેલ્થ અને સામાજિક કાર્યો માટે ફંડ એકઠું કરવા પૂરતી જ સીમિત હતી.
સાંસદોના આકરા સવાલોના જવાબ આપતા બિલ ગેટ્સે સ્પષ્ટતા કરી હતી કે, હું ક્યારેય જેફરી એપસ્ટિનના કોઈ પ્રાઇવેટ ટાપુ (ઈંતહફક્ષમ), તેના ફાર્મહાઉસ કે ફ્લોરિડાવાળા રહસ્યમય ઘરે ગયો નથી. મેં ક્યારેય કોઈનું શોષણ કર્યું નથી. એ બની શકે કે તેણે મારી સાથે અંગત સંબંધો વધારવાનો ઘણો પ્રયાસ કર્યો હોય, પરંતુ મારો આવો કોઈ જ રસ નહોતો અને મેં ક્યારેય તેની સામે દોસ્તીનો હાથ લંબાવ્યો નથી. બિલ ગેટ્સે જણાવ્યું કે તેઓ એપસ્ટિન સાથે વર્ષ 2011 માં જોડાયા હતા, જે એવો સમય હતો જ્યારે એપસ્ટિન ફ્લોરિડામાં વેશ્યાવૃત્તિના ગંભીર આરોપમાં જેલની સજા કાપીને બહાર આવી ચૂક્યો હતો.
