જન ધન યોજના હેઠળ દેશભરમાં કરોડો ખાતા ખોલવામાં આવ્યા છે, તો આશ્ચર્યજનક રીતે, તેમનો ઉપયોગ ખૂબ જ ઓછો છે. ડેટા અનુસાર, દેશમાં ખોલવામાં આવેલા દરેક ચાર જન ધન ખાતાઓમાંથી લગભગ એક હાલમાં નિષ્ક્રિય છે.
ઉત્તર પ્રદેશ 3.23 કરોડ નિષ્ક્રિય જન ધન ખાતાઓ સાથે નિષ્ક્રિય ખાતાઓની યાદીમાં મોખરે છે. આ પછી બિહારનો ક્રમ આવે છે, જેમાં 1.59 કરોડ નિષ્ક્રિય ખાતાઓ છે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં 1.35 કરોડ નિષ્ક્રિય ખાતાઓ છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 1.02 કરોડ નિષ્ક્રિય ખાતાઓ છે. મહારાષ્ટ્રમાં 97.94 લાખ નિષ્ક્રિય ખાતા છે. નોંધપાત્ર છે કે 5.12 કરોડ ખાતામાં કોઇ ભંડોળ નથી. ઉત્તર પ્રદેશમાં 95.92 લાખ સાથે શૂન્ય-બેલેન્સ ખાતાઓની સૌથી વધુ સંખ્યા છે. આ પછી બિહારમાં 62.35 લાખ છે.
પશ્ચિમ બંગાળમાં 37.30 લાખ છે. આસામમાં 36.30 લાખ છે. મહારાષ્ટ્રમાં શૂન્ય બેલેન્સવાળા 36.04 લાખ ખાતા છે. નોંધનીય છે કે આ યોજના ઓગસ્ટ 2014 માં શરૂૂ કરવામાં આવી હતી; પ્રધાનમંત્રી જનધન યોજનાનો ઉદ્દેશ્ય મહત્તમ લોકોને બેંકિંગ સિસ્ટમમાં લાવવાનો હતો. 10.51 કરોડ જનધન ખાતાઓ સાથે ઉત્તર પ્રદેશ યાદીમાં મોખરે છે. આગળ, બિહારમાં 7.01 કરોડ ખાતા છે. પશ્ચિમ બંગાળમાં 5.73 કરોડ ખાતા છે.
