જામનગર-વડોદરા ઇન્ટરસિટી એકસપ્રેસ કાલે અમદાવાદ સ્ટેશન સુધી જશે

માતા વૈષ્ણોદેવી કટરા એકસપ્રેસ 50 મિનિટ મોડી થશે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર વાસદરનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 પર રી-ગર્ડરિંગની કામગીરી માટે 27 મે,…

માતા વૈષ્ણોદેવી કટરા એકસપ્રેસ 50 મિનિટ મોડી થશે

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર વાસદરનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 પર રી-ગર્ડરિંગની કામગીરી માટે 27 મે, 2026ના રોજ 11.15 કલાકથી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.

27 મે, 2026ના રોજ દોડનારી ટ્રેન નંબર 22960 જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશને શોર્ટ-ટર્મિનેટ થશે (એટલે કે ત્યાં સુધી જ જશે) તથા અમદાવાદવડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેમજ 27 મે, 2026ના રોજ દોડનારી ટ્રેન નંબર 12477 જામનગર માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.

મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *