જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ જાહેર

જામનગર જિલ્લા પંચાયતની ગત માસે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો. જ્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવી…

જામનગર જિલ્લા પંચાયતની ગત માસે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો. જ્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવી છે. જામનગર જિલ્લા પંચાયતની 26 બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો હતો.જેમાં ભાજપને 19 બેઠક, કોંગ્રેસને બે અને આમ આદમી પાર્ટીને 3 બેઠક મળી હતી.એટલે કે ભાજપને લોકો એ સત્તાનું સુકાન સોંપ્યું હતું..

આખરે લાંબા સમય ગાળા પછી આજે ભાજપ દ્વારા હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.જેમાં પ્રમુખ તરીકે ખારવા બેઠકના રંજનબેન દયાળજીભાઈ જીવાણી, ઉપપ્રમુખ તરીકે શેઠવડાળા બેઠકના પરેશભાઈ ઘેલાભાઈ હિરપરા, કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુનિલભાઈ હીરજીભાઈ રાઠોડ, પક્ષના નેતા તરીકે સિંગચ બેઠકના પ્રદ્યુમનસિંહ ગુમાનસિંહ ઝાલા અને દંડક તરીકે લતીપુર કલ્પેશભાઇ બાબુભાઈ માલાણીની પસંદગી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *