જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ બંદરોના સાગરખેડૂ ઓને દરિયો ન ખેડવા સુચના તથા હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતના ખાસ કરીને તટીય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અમુક વિસ્તારોમાં 40/50 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. મોસમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ.
માહિતી મુજબ અમુક વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ પણ આપવામાં આવ્યું છે જ્યારે અમુક દરિયા કિનારાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે માછીમારી કરતા લોકોને હાલ દરિયોના ખેડવાની એડવાઝરી જારી કરવામાં આવી છે. આથી અત્રેની કચેરી તળે આવતા તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતેના બોટ એસો. પ્રમુખ, સમાજના આગેવાનો, સહકારી મંડળીઓના પ્રમુખ તથા તમામ માછીમાર બોટ માલીકોને જણાવેલ કે, હવામાન વિભાગની આગાહીના પગલે હજુ આગામી 5 દિવસ એટલે કે તા. 31/10/2015 સુધી હવામાન ખરાબ તથા ભારે પવન સાથે વરસાદ તથા 40-50 થી વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલ છે. જેથી દરિયામાં રહેલ તમામ માછીમારી બોટોને તાત્કાલિક અસરથી પરત બોલાવી સુરક્ષિત જગ્યાએ લાંગરવા તથા જાન માલનું નુકસાન ન થવા પામે તેની તકેદારી રાખવા આથી સૂચના આપતો પત્ર જારી કરી જાણકારી આપવામાં આવી હતી.
