સુરત શહેરના ઉદ્યોગ જગતમાં ફરી એકવાર આવકવેરા વિભાગે તવાઈ બોલાતા ખળભળાટ મચી ગયો છે. મુંબઈ અને સુરત ઈનકમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુંબઈમાં રજિસ્ટર્ડ અને સુરતમાં કાર્યરત અકાય ઈન્ડસ્ટ્રીઝ તેમજ શ્રી અરિહંત ડાયકેમ કંપની ઉપર ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા પાડવમાં આવ્યા હતા.
અરિહંત ડાયકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાન, મુંબઈ સ્થિત કોર્પોરેટ ઓફિસ તેમજ બંને કંપનીઓના અન્ય ધંધાકીય સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત અન્ય કેટલાક સંબંધિત સ્થળોએ ઈનકમ ટેક્સના અધિકારીઓ પહોંચીને દસ્તાવેજો અને હિસાબી વ્યવહારોની તપાસ કરી રહ્યા છે, જેમાં મોટા પાયે બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે.
અકાય ઇન્ડસ્ટ્રીઝ ફૂડ-ગ્રેડ કલર્સ અને પિગમેન્ટ્સની અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર કંપની છે. કંપનીની પ્રોફાઇલ મુજબ, તે હળદર, બીટરૂૂટ, અન્નાટ્ટો અને વેજિટેબલ કાર્બન જેવા કુદરતી ફૂડ કલર્સ ઉપરાંત FDC સિન્થેટિક ડાઇઝ, DC કલર્સ, લેક કલર્સ, લિક્વિડ કલર્સ અને કસ્ટમ બ્લેન્ડેડ પાવડર સહિત 50થી વધુ વેરિઅન્ટ્સ ઓફર કરે છે. આ ઉત્પાદનો બેવરેજીસ, બેકરી, ક્ધફેક્શનરી, ડેરી, પેટ ફૂડ, ફાર્માસ્યુટિકલ્સ અને કોસ્મેટિક્સ જેવા વિવિધ ઉદ્યોગોમાં વપરાય છે, જેના માટે કંપની પોતાની ઇન-હાઉસ લેબ અને છઉ સેટઅપ દ્વારા ગ્રાહકોની જરૂૂરિયાત મુજબ કસ્ટમ કલર ફોર્મ્યુલેશન તૈયાર કરી આપે છે તેમજ વેબસાઇટ પરથી સેમ્પલ અને બ્રોશરની સુવિધા પણ પૂરી પાડે છે. અરિહંત ડાયકેમ સુરત નજીકના ઔદ્યોગિક હબ સચિન GIDC માં આવેલી કંપનીની પ્રોફાઇલ મુજબ, દાયકાઓ જૂનો ઇતિહાસ ધરાવતી અને 19891993ના સમય ગાળાથી ડાયઝ તેમજ ડાય ઇન્ટરમીડિએટ્સના ક્ષેત્રમાં વિસ્તરણ કરનારી આ કંપની 150થી વધુ કર્મચારીઓના વર્કફોર્સ સાથે દર મહિને 250 મેટ્રિક ટન સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
ગૂગલ મેપ્સ પર ’વિમેન-ઓન્ડ બિઝનેસ’ (મહિલા સંચાલિત ઉદ્યોગ) તરીકે નોંધાયેલી અને સચિન GIDC ખાતે સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ તેમજ ડાયઝ માટે પર્યાવરણીય મંજૂરીઓ ધરાવતી આ કંપની મુખ્યત્વે છ R Salt, G Salt, Amido G Salt અને K અભશમ જેવા ડાય ઇન્ટરમીડિએટ્સનું ઉત્પાદન અને સપ્લાય કરે છે, જેનો ઉપયોગ ડાય સ્ટફ અને ફૂડ કલર સહિતના કેમિકલ ઉદ્યોગોમાં થાય છે. આ ઉપરાંત તે ’અરિહંત કલર’ બ્રાન્ડ હેઠળ નેચરલ, સિન્થેટિક અને લેક ફૂડ કલર્સ તેમજ અન્ય ઔદ્યોગિક કેમિકલ્સના સેગમેન્ટ સાથે પણ સંકળાયેલી છે. અધિકારીઓ કંપનીઓના નાણાકીય વ્યવહારો, હિસાબી દસ્તાવેજો અને અન્ય રેકોર્ડની તપાસ કરી રહ્યા છે. મોટા પાયે અધિકારીઓની હાજરીને કારણે ઉદ્યોગજગતમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.
