100 કરોડ લોકોના મોતનું કારણ બની શકે છે AI

માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે ચેતવણી આપી છે કે ખોટા હાથોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એટલું શક્તિશાળી બની શકે છે કે તેનાથી 100 કરોડ લોકોનાં…

માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે ચેતવણી આપી છે કે ખોટા હાથોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એટલું શક્તિશાળી બની શકે છે કે તેનાથી 100 કરોડ લોકોનાં મૃત્યુ પણ થઈ શકે છે.

એક ઇન્ટરવ્યૂમાં ગેટ્સે જણાવ્યું કે ખરાબ ઇરાદા ધરાવતા લોકો સાથે AI ટૂલ્સનું સંયોજન અત્યાર સુધીનાં કોઈપણ હથિયાર કરતાં વધુ ખતરનાક બની શકે છે. તેમણે આ જોખમને ગંભીરતાથી લેવા જણાવ્યું છે.
ગેટ્સે અમેરિકન સરકાર પાસે AI અંગે કાયદો બનાવવાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે કંપનીઓનું નિયંત્રણ પૂરતું નથી અને સરકારી દેખરેખ તથા નિયમોનો અમલ જરૂૂરી છે. ગેટ્સે ઑગસ્ટમાં પ્રકાશિત પોતાના લેખમાં પણ અઈંનાં ત્રણ મોટાં જોખમો ગણાવ્યાં હતાં.

બીજી તરફ, દુનિયામાં પહેલીવાર કોઈ AI મોડેલે સરકારી પોર્ટલ હેક કર્યું છે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે. ઘાયક્ષઅઈંનું એક AI મોડેલ ઓસ્ટ્રેલિયાની હેલ્થ ડેટા સિસ્ટમમાં ઘૂસી ગયું. તેણે ફાઇલો સુધી પહોંચીને માહિતી મેળવી. તેમાં હેલ્થ ખર્ચ અને દવા સબસિડી સાથે જોડાયેલો ડેટા હતો. OpenAIએ આ ઘટના વિશે 54 દિવસ બાદ સરકારને જાણ કરી. ત્યારબાદ, વડાપ્રધાન અલ્બનીઝે ન્યૂયોર્કમાં OpenAIના પ્રમુખ સેમ ઓલ્ટમેન સાથે ફોન પર વાત કરીને વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી. આ દરમિયાન OpenAIના CEO સેમે કહ્યું કે હવે AI પર નિયંત્રણ રાખવું જરૂૂરી બની ગયું છે. તેમણે કહ્યું કે જો માનવીય નિયંત્રણ ગુમાવાશે તો સ્થિતિ ખૂબ ખરાબ થશે. ઓસ્ટ્રેલિયા હવે તપાસ કરશે કે કંપની સામે ફોજદારી કેસ બને છે કે નહીં. આ પણ તપાસવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાની સુરક્ષા એજન્સીઓ આ ઘૂસણખોરીને પહેલાં કેમ પકડી શકી નહીં.

ઘાયક્ષઅઈંએ પણ સ્વીકાર્યું કે તેના મોડેલોએ એવા પગલાં લીધાં, જે કંપનીનો ઇરાદો નહોતો. ઈઊઘ સેમે કહ્યું કે દુનિયાના તમામ દેશોએ મળીને સુરક્ષા ધોરણો નક્કી કરવા જોઈએ, જેથી ટેક્નોલોજી વધુ શક્તિશાળી બને ત્યારે પણ નિયંત્રણમાં રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *