‘હાઇપરસોનિક ધમકી’ પછી ઇરાન ઝૂકતા યુધ્ધનો અંત નજીક

અમેરિકાએ પોતાની હાઇપરસોનિક મિસાઇલો ઇરાન તરફ ગોઠવવાની ધમકી આપ્યા બાદ ઇરાને અમેરિક સાથેની વાટાઘાટોમાં પોતાના પરમાણું કાર્યક્રમનો મુદ્દો સમાવેશ કરવાની સંમતિ આપતા બન્ને દેશો વચ્ચેની…

અમેરિકાએ પોતાની હાઇપરસોનિક મિસાઇલો ઇરાન તરફ ગોઠવવાની ધમકી આપ્યા બાદ ઇરાને અમેરિક સાથેની વાટાઘાટોમાં પોતાના પરમાણું કાર્યક્રમનો મુદ્દો સમાવેશ કરવાની સંમતિ આપતા બન્ને દેશો વચ્ચેની મડાગાંઠ ઉકેલાવાની હવે વિશ્વ સમુદાયને આશા બંધાઇ છે. જો કે બન્ને દેશોએ એકબીજા પર ઘુરકીયા ચાલુ રાખ્યા હોવા છતાં ઇરાનના વિદેશ મંત્રાલય અને વ્હાઇટ હાઉસ તરફથી સકારાત્મક સંકેતો જાહેર થતા યુધ્ધનો અંત નજીક દેખાવા લાગ્યો છે.

એક તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોજેકટ ફ્રિડમની જાહેરાત કરતા કહ્યું કે હવે ઇરાન સાથે બહુ સકારાત્મક વાતચીત થઇ રહી છે. જે બધા માટે પોઝિટીવ પરિણામો તરફ દોરી જઇ શકે છે. ટ્રમ્પના આ નિવેદન પહેલા ઇરાને કુણા પડતા કહ્યું હતું કે વાટાઘાટોમાં પરમાણું કાર્યક્રમને સમાવી લેવામાં અમારી સંમતિ છેી. આનાથી વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસના વર્તુળો માને છે કે યુધ્ધનો અંત હવે સાવ નજીકમાં છે.
ટ્રમ્પે આજે ટ્રુથ પર કહ્યું કે હોર્મુઝમાં ફસાયેલા જહાજોને બહાર નીકળવામાં અમેરિકા મદદ કરશે એની સામે ઇરાને કહ્યું કે અમેરિકા નાકાબંધી નહીં હટાવે તો ઇરાની દળો અમેરિકી જહાજો પર હુમલો કરશે.

હોર્મુઝ જળમાર્ગમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ઈરાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તેવર સામે નરમ પડ્યું હોવાની વિગતો સામે આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઈરાન પોતાની કેટલીક જૂની શરતોમાં ફેરફાર કરીને અમેરિકા સાથેની ચર્ચામાં પોતાના પરમાણુ કાર્યક્રમને સામેલ કરવા માટે સહમત થયું હોવાનો અહેવાલ સામે આવ્યો છે.અલ અરેબિયા ઇંગ્લિશના અહેવાલ મુજબ તેહરાને યુરેનિયમ સંવર્ધનને અંદાજે 3.5 ટકા સુધી મર્યાદિત રાખવા અને પોતાના હાલના સંવર્ધિત યુરેનિયમના જથ્થાને ધીમે-ધીમે ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈરાને અમેરિકા સાથેની વાટાઘાટોમાં પરમાણુ કાર્યક્રમને સામેલ કરવાનો અગાઉ ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તેઓ આ મુદ્દો પછીથી ઉઠાવશે, જોકે હવે ઈરાન માની ગયું હોવાની વાત સામે આવી છે.

ફેરફારવાળા પ્રસ્તાવમાં એ પણ સામેલ છે કે, અમેરિકા દ્વારા નાકાબંધી હટાવવાના બદલામાં હોર્મુઝને તબક્કાવાર રીતે ફરીથી ખોલવામાં આવશે. આ ઉપરાંત તેહરાને આ ક્ષેત્રમાંથી અમેરિકી સૈનિકો પાછા ખેંચવાની પોતાની જૂની માંગ પણ પાછી ખેંચી લીધી છે. તેના બદલે હવે ઈરાન પોતાની સરહદોની આસપાસ અમેરિકી સેનાને હટાવવા અને ભવિષ્યમાં કોઈપણ હુમલા સામે આંતરરાષ્ટ્રીય ગેરંટીની માંગ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *