ઇરાને બ્રિટિશ નૌસેના-વાયુસેનાને આતંકી સંગઠન જાહેર કર્યુ, MI-6ને શત્રુ ગણાવી

  ઈરાને બ્રિટનની નૌસેના અને વાયુસેનાને આતંકી સંગઠન જાહેર કર્યા છે. આ સાથે જ બ્રિટિશ ગુપ્તચર સંસ્થા MI-6ને શત્રુ સમૂહ ગણાવ્યો છે. ઈરાની વિદેશ મંત્રાલયે…

 

ઈરાને બ્રિટનની નૌસેના અને વાયુસેનાને આતંકી સંગઠન જાહેર કર્યા છે. આ સાથે જ બ્રિટિશ ગુપ્તચર સંસ્થા MI-6ને શત્રુ સમૂહ ગણાવ્યો છે. ઈરાની વિદેશ મંત્રાલયે રવિવારે જ આ અંગેની જાહેરાત કરી હતી. જેમાં ઈરાને આરોપ લગાવ્યો કે- બ્રિટને અમેરિકા અને ઈઝરાયલને ઈરાન વિરુદ્ધ યુદ્ધમાં મદદ પૂરી પાડી હતી. બ્રિટને આ યુદ્ધમાં સૈન્ય બેઝ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.

આ અગાઉ બ્રિટને 13 જુલાઈનાં રોજ ઈરાનનાં ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સને આતંકી સંગઠન બતાવતા તેની પર આકરા પ્રતિબંધો લાગુ કર્યા હતા. જે હેઠળ બ્રિટનમાં IRGCની મદદ કરનાર કે તેના સમર્થન કરવા બદલ 14 વર્ષની જેલની સજા થવાની જોગવાઈ છે. ઈરાને બ્રિટનનાં આ નિર્ણય વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે.

ઈરાનનાં વિદેશ મંત્રાલયે કહ્યું કે- બ્રિટન વિરુદ્ધ આ નિર્ણય ઈરાને દેશની સુરક્ષાનાં હેતુસર લીધો છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે- આ નિર્ણય બાદ જે પણ પરિણામ આવશે તે માટે બ્રિટિશ સરકાર જવાબદાર રહેશે. વાસ્તવમાં માર્ચ 2026માં બ્રિટને અમેરિકાને પોતાના 2 સૈન્ય બેઝ-છઅઋ ફેરફોર્ડ અને ડિએગો ગાર્સિયાનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી. આ બેઝ પરથી અમેરિકા ઈરાનનાં મિસાઈ ઠેકાણાંઓ પર હુમલો કરી શકતું હતું. બ્રિટને આ નિર્ણયને સાથી દેશોની સુરક્ષા માટે જરૂૂરી ગણાવ્યું હતું. ઈરાને તેને અમેરિકન સૈન્ય કાર્યવાહીમાં બ્રિટનનો સાથ હોવાનું માન્યું હતું.

ઈરાની સેનાનાં પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરમિનિયા એ અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે- જો તેમણે ફરી હુમલો કર્યો તો યુદ્ધ માત્ર પશ્ચિમ એશિયા પુરતું મર્યાદિત નહીં રહે. અમેરિકા કોઈ પણ હુમલાનો તાત્કાલિક અને અગાઉ કરતાં વધુ જડબાતોડ જવાબ આપશે. આ ઉપરાંત હવે પછી જો યુદ્ધ થશે તો તે લાંબુ પણ ચાલી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *