31 ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ ને લઈને બોટાદ જિલ્લા પોલીસ એકશન મોડમાં આવી છે ત્યારે રાણપુર શહેરમાં પોલીસ દ્વારા રાણપુરમાં કીનારા મિલેટ્રી ત્રણ રસ્તા પાસે પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યુ હતુ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ-એમ.એ. રાઠોડ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા મીલેટરી ચોકડી પાસેથી પસાર થતાં તમામ વાહનોનું કડક હાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું.બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બરોલીયા ની સૂચના હેઠળ રાણપુર પોલીસ દ્વારા રાણપુર શહેરના જાહેર માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.આગામી દિવસોમાં 31 ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ આવી રહી હોય તેને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.એમ- શાહ તેમજ પી.એસ.આઇ. એમ.એ-રાઠોડ એ પોલીસ કાફલા સાથે રાણપુર શહેરના મુખ્ય બજારો અને જાહેર માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
રાણપુરમાં થર્ટી ફર્સ્ટ અંતર્ગત પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ
31 ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ ને લઈને બોટાદ જિલ્લા પોલીસ એકશન મોડમાં આવી છે ત્યારે રાણપુર શહેરમાં પોલીસ દ્વારા રાણપુરમાં કીનારા મિલેટ્રી ત્રણ રસ્તા પાસે પોલીસે…
