અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ભારતીય શેરબજારમાં 1400 પોઇન્ટનો કડાકો

ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો તથા શેરબજાર તૂટ્યું, સોના ચાંદીમાં તેજીનો કરંટ; ભારતના તમામ સેક્ટરો લાલ નિશાનમાં, ઇન્વેસ્ટરોએ આજે એક જ દિવસમાં પાંચ લાખ કરોડ રૂૂપિયા…

ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો તથા શેરબજાર તૂટ્યું, સોના ચાંદીમાં તેજીનો કરંટ; ભારતના તમામ સેક્ટરો લાલ નિશાનમાં, ઇન્વેસ્ટરોએ આજે એક જ દિવસમાં પાંચ લાખ કરોડ રૂૂપિયા ગુમાવ્યા

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતા અને ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળવાની સંભાવનાઓ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો વધારો થયો છે વિશ્વભરમાં 20 ટકા ક્રૂડ ઓઇલની ખપત આ યુદ્ધને કારણે અસર થતી હોય ભારતીય શેરબજારમાં જોરદાર કડાકા ભૂલી ગયા હતા.

સવારે સેન્સેક્સ 100 પોઇન્ટ નીચે ખુલ્યા બાદ ઉતરોતર લાલ નિશાનમાં જોવા મળ્યો હતો અને બપોર બાદ વધુ વેચવાલી નું જોડ પકડતા સેન્સેક્સ એક સમયે 1400 પોઇન્ટ નીચે સરખી ગયો હતો જ્યારે નિફ્ટીમાં પણ 400 પોઈન્ટ નો મોટો કડાકો બોલી ગયો ફહતો.

ફનીફટી અને સેન્સેક્સની સાથે સાથે નીતિ મીડકેપ અને નિફ્ટી બેંકમાં પણ મોટો કડાકો બોલી ગયો છે. નિફ્ટી બેંક 800 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહી છે. જ્યારે મિડકેપ નિફ્ટી પણ 900 પોઇન્ટ નું ધોવાણ થયું છે. સોનુ આંતરરાષ્ટ્રીય બજારમાં 5000 ડોલર ઉપર અને ચાંદી 80 ડોલર નજીક પહોંચી હતી.

આજે ભારતની તમામ દિગ્ગજ કંપનીના શેર લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. કુલ 2400 શેરમાંથી 1916 લાલ નિશાનમાં જોવા મળ્યા છે જ્યારે સારા 400 શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા છે. આજે ઓટો ,રિયલ્ટી તેમજ મીડિયા ના શેરમાં મોટું ધોવાણ થયું છે.

ઈરાન અમેરિકા વચ્ચેના તળાવને કારણે ભારતની તમામ ઓઇલ કંપનીના શેરમાં પણ આજે ગામડા પડ્યા છે રિલાયન્સ ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ સહિતની કંપનીના શેરમાં મોટા ગાબડા પડ્યા છે.
ઉપરાંત ઈન્ડિગો અદાણી જ્યોતની કંપનીના શેર પણ આજે ગબડી ગયા છે. એક બાજુ અમેરિકા ઈરાનના તળાવની સાથે સાથે ભારે પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું છે જેને કારણે પણ વેચવાની જોવા મળતા સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો કડાકો નોંધાયો છે.

આજે માત્ર એક જ દિવસમાં ઇન્વેસ્ટરોના પાંચ લાખ કરોડ રૂૂપિયા ડૂબી ગયા છે. જોઈરાન અને અમેરિકા વચ્ચે ખરા અર્થમાં બોમ્બવર્ષા કે યુદ્ધ ફાટી નીકળશે તો આવનારા દેશોમાં શેર બજારમાં હજુ મોટા કડાકા આવી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *