અમેરિકી વિદેશ સચિવ રૂબિયો અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચેની સંતલક્ષ બ્લુમબર્ગે છતી કરી: ટ્રમ્પ સીધા નહી ચાલે તો ભારત એમના પતન સુધી રાહ જોઇ શકે છે: ડોભાલ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના વેપાર કરારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી . ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયન અને ચીનના રાષ્ટ્રપતિઓ વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગને મળ્યા પછી તરત જ ગજઅ ને વિદેશ સચિવ માર્કો રુબિયોને મળવા માટે યુએસ મોકલવામાં આવ્યા હતા. જયાં ડોભાલે સ્પષ્ટ કહ્યું હતું કે ભારત ટ્રમ્પના દબાણમાં નહી આવે અને રાષ્ટ્રપતિપદેથી તેમના પતનની રાહ જોશે.
બ્લૂમબર્ગે દિલ્હીના એક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ડોભાલે રૂૂબિયોને કહ્યું હતું કે ભારત મતભેદોને બાજુ પર રાખીને વાટાઘાટોના ટેબલ પર પાછા આવવા માંગે છે. ગજઅ એ એમ પણ કહ્યું કે ભારત યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહાયકો દ્વારા ધમકાવવામાં આવશે નહીં, અને ઉમેર્યું કે દેશ તેમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી રાહ જોવા તૈયાર છે. જોકે, નવી દિલ્હી ઇચ્છે છે કે અમેરિકન વહીવટીતંત્ર ભારતની ટીકા ઓછી કરે જેથી તેઓ સંબંધોને પાટા પર પાછા લાવી શકે.
ઓગસ્ટમાં ટ્રમ્પે ભારતને “મૃત અર્થતંત્ર” ગણાવ્યું હતું અને ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, અને દાવો કર્યો હતો કે રશિયન તેલની ખરીદી યુક્રેનમાં યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહી છે. ડોભાલની મુલાકાત પછી તરત જ તણાવ ઓછો થવાના સંકેતો જોવા મળ્યા, ટ્રમ્પે 16 સપ્ટેમ્બરના રોજ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને “જબરદસ્ત કાર્ય” માટે તેમની પ્રશંસા કરી. ડોભાલની અમેરિકી વિદેશ સચિવ સાથેની વાતચીત બાદ ક્રમશ: ટ્રમ્પની શાન ઠેકાણે આવી હતી.
પછીના ચાર મહિનામાં બંનેએ ચાર વાર ઓન કોલ વાત કરી. બંને પક્ષો દ્વારા ખાનગી ચર્ચાની વિગતો જાહેર કરવામાં આવતી નથી, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે તે એક રાજદ્વારી પ્રથા છે.અગાઉ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની જાહેરાત કરતા કહ્યું કે પારસ્પરિક ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે. વધારાની 25 ટકાની દંડાત્મક ડ્યુટી પણ દૂર કરવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું કે, બદલામાં, ભારતે 500 અબજ ડોલરના અમેરિકન માલ ખરીદવા સંમતિ આપી છે, જેમાં અમેરિકન અને સંભવિત વેનેઝુએલાના તેલનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું કે ભારત યુએસ આયાત પરના ટેરિફને શૂન્ય કરશે.
ટ્રમ્પની જાહેરાતના થોડા સમય પછી, મોદીએ એકસ પરની એક પોસ્ટમાં પુષ્ટિ આપી કે ટેરિફ ઘટાડવામાં આવ્યા છે. જોકે, તેમણે કરારની વધુ વિગતો આપી ન હતી.
ડોભાલે સતત ચાલુ રાખેલા પેડલીંગના કારણે કરારના દ્વાર ખુલ્યા
ભારતીય જેમ્સ બોન્ડ ગણાતા અજીત ડોભાલ અમેરિકાના વિદેશ સચીવ વચ્ચે એમ માનવામાં આવે છે કે રૂબરૂ મુલાકાત પછી પણ અવાન-નવાર વાતચીત ચાલુ રહી હતી. ટ્રમ્પના વહીવટી તંત્ર અને પીએમઓ ભારત બન્ને આનાથી સારી રીતે વાકેફ હતા. પરંતુ કોઇ પરિણામ હાંસલ ન થતા અજીત ડોભાલે ભારતનું માથું ઉંચુ રાખીને અમેરિકા સાથેના વ્યાપાર કરાર આગળ વધે એ માટેનું પેડલીંગ ચાલુ રાખ્યું હતું.
