ટ્રમ્પ પ્રમુખ બનતાં જ ભારતને સન્માન: વિદેશમંત્રી સ્તરે મંત્રણા

જયશંકર-રૂબિયો વચ્ચે દ્વિપક્ષી મંત્રણા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળી રહ્યા છે. ભારતને પ્રાધાન્ય આપતા, યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો…

જયશંકર-રૂબિયો વચ્ચે દ્વિપક્ષી મંત્રણા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળી રહ્યા છે. ભારતને પ્રાધાન્ય આપતા, યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વાલ્ઝે ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે તેમની પ્રથમ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય બેઠક યોજી હતી.

એસ જયશંકર વોશિંગ્ટનમાં 47માં રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. બંને દેશોના નેતાઓની આ બેઠક ફોગી બોટમ હેડક્વાર્ટરમાં થઈ હતી. આ દ્વિપક્ષીય બેઠક બાદ ક્વોડ મિનિસ્ટ્રીયલ મીટિંગ પણ યોજાઈ હતી, જેમાં ચાર દેશોના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો.
માર્કો રૂૂબિયો એસ. જયશંકર સાથે તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી.

આ દરમિયાન ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રૂૂબિયોએ પદ સંભાળ્યાના થોડા સમય બાદ આ બેઠક યોજાઈ હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં ભારતના અમેરિકી રાજદૂત વિનય ક્વાત્રા પણ હાજર હતા.

આ બેઠક પછી તરત જ, જયશંકરે ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેની વોંગ અને જાપાનના વિદેશ પ્રધાન ઇવાયા તાકેશી સાથે ટ્રમ્પ વહીવટીતંત્રની પ્રથમ ક્વાડ બેઠકમાં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે ક્વાડ એ ચાર દેશોનું સુરક્ષા અને રાજદ્વારી ગઠબંધન છે, જેનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્વતંત્રતાની રક્ષા કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *