સરકારી વાહન ખરીદીમાં ઇલેક્ટ્રિક અને ઑફ-રોડ વાહનોનો સમાવેશ

ગુજરાત સરકારે સમયની માંગ અને વહીવટી કામગીરીના બદલાતા સ્વરૂૂપને ધ્યાનમાં રાખીને તેની સરકારી વાહન ખરીદી નીતિમાં મોટો અને મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા…

ગુજરાત સરકારે સમયની માંગ અને વહીવટી કામગીરીના બદલાતા સ્વરૂૂપને ધ્યાનમાં રાખીને તેની સરકારી વાહન ખરીદી નીતિમાં મોટો અને મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આ સુધારા મુજબ, સરકારી કામગીરી માટે વાહનોની નવી કેટેગરીઓ ઉમેરવામાં આવી છે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કામગીરીને વધુ ઝડપી, અસરકારક અને પર્યાવરણને અનુકૂળ બનાવવાનો છે. ખાસ કરીને, સરકારી વિભાગોની ફીલ્ડ અને ઑફ-રોડ કામગીરી વધુ સુદ્રઢ બને તે માટે આ નવી જોગવાઈઓ કરવામાં આવી છે.

આ સુધારેલી વાહન ખરીદી નીતિની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ને વધુ સ્પષ્ટ અને મોટું સ્થાન આપવામાં આવ્યું છે. નવા સુધારા મુજબ, ફીલ્ડ ઇન્સ્પેક્શન, એન્ફોર્સમેન્ટ અને ઑફ-રોડ કામગીરી માટે બે નવી કેટેગરી ઉમેરવામાં આવી છે. આ નવી કેટેગરી-F dp„ Mahindra XUV400 EL Pro (39.4 kWh)અને Tata Nexon EV Creative 45 જેવા આધુનિક ઇલેક્ટ્રિક વાહન મોડલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અગાઉની નીતિમાં માત્ર કેટલીક કેટેગરી પૂરતા EV મર્યાદિત હતા, પરંતુ હવે 2026 માં ઇલેક્ટ્રિક વાહનોનો વિકલ્પ છેક ફીલ્ડ ઇન્સ્પેક્શનની કામગીરી સુધી વિસ્તારવામાં આવ્યો છે, જે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપશે. અગાઉ 11 એપ્રિલ 2023ના રોજ વર્ષ 2019ની જૂની નીતિના સ્થાને નવી નીતિ અમલમાં મુકવામાં આવી હતી. 2023 ની તે નીતિમાં મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને સરકારી કચેરીઓ માટે પદ અને જવાબદારીના આધારે અ થી ઊ એમ કુલ છ કેટેગરીઓનું માળખું નક્કી કરવામાં આવ્યું હતું.

જેમાં કેટેગરી-અ મંત્રીઓ અને મુખ્ય સચિવ માટે, કેટેગરી-A1 VVIP સ્ટેટ ગેસ્ટ માટે, કેટેગરી-ઇ બોર્ડ-કોર્પોરેશન વગેરેના વડાઓ માટે, કેટેગરી-ઈ કલેક્ટર-DDO-SP સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે, કેટેગરી-v ખાતાના વડાઓ માટે અને કેટેગરી-E સ્ટાફ કાર માટે નિર્ધારિત હતી. જૂના કેટલાક વાહનોનું ઉત્પાદન બંધ થતાં અને નવી ટેક્નોલોજી આવતાં હવે આ માળખાને વધુ વ્યવહારુ સ્વરૂૂપ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *