પોલીસમાં લેખિત રજૂઆત કરતા કાર્યવાહી
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે 5 વર્ષની દીકરીને અડપલાં કરનાર કેસમાં ફરિયાદ પાછી ખેંચવા ધાકધમકી અને જાનથી મારી નાંખવાના આક્ષેપ સાથે ઉચ્ચ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઇ હતી. ફરિયાદી દ્વારા ઉચ્ચ અધિકારીઓ અરજી કરીને ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરાઈ હતી.રાવળીયાવદર ગામ પાંચ વર્ષની બાળકી અડપલા કેસ મામલે ફરિયાદી દ્વારા આક્ષેપ કરતા ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવાયુ કે આરોપીના સંબંધી પોલીસમાં ઉચ્ચ પદ ધરાવતા હોવાથી અમોને વારંવાર ધ્યાનથી મારી નાખવાની ધમકી તેમજ કેસ પાછો ખેંચી લેવા માટેનું દબાણ કરવામાં આવે છે. આથી અમોને યોગ્ય ન્યાય આપવા માટેની લેખિત રજૂઆત ઉચ્ચ અધિકારીઓને કરાઈ હતી.
આ અંગેની લેખિત રજૂઆતમાં ફરિયાદી દ્વારા 5 વર્ષની બાળકીને અડપલા કરનાર આરોપીના સંબંધી પોલીસના ઉચ્ચ પદ ઉપર હોય આથી પદનો લાભ લઈ દબાણ કરતા હોવાના આક્ષેપ સાથે એમના વિરૂૂદ્ધ તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવા માટે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરતા ફરિયાદ નોંધવા માટે નકલ રવાના કરાઈ હતી.