નીટ પીજીમાં એક-એક વિદ્યાર્થીએ રોકી બે-બે સીટ, 10 હજારથી વધુ બેઠકો બ્લોક

મેડિકલ કોલેજોમાં પીજી કોર્સમાં એડમિશન માટે ચાલી રહેલીNEET PG 2026 કાઉન્સેલિંગ વિવાદોમાં ઘેરાયું છે. બીજા રાઉન્ડની કાઉન્સેલિંગ બાદ સામે આવેલા આંકડા મુજબ, 10 હજારથી વધુ…

મેડિકલ કોલેજોમાં પીજી કોર્સમાં એડમિશન માટે ચાલી રહેલીNEET PG 2026 કાઉન્સેલિંગ વિવાદોમાં ઘેરાયું છે. બીજા રાઉન્ડની કાઉન્સેલિંગ બાદ સામે આવેલા આંકડા મુજબ, 10 હજારથી વધુ પીજી મેડિકલ સીટો ’બ્લોક’ થઈ ગઈ છે. અનેક ઉમેદવારોએ ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) અને સ્ટેટ ક્વોટા બંનેમાં એકસાથે સીટ રોકી રાખી છે. તેના કારણે મેરિટ લિસ્ટમાં નીચે રહેલા લાયક ઉમેદવારોને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા (TOI)ના અહેવાલ મુજબ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને કાઉન્સેલિંગ કમિટી આ મામલે સક્રિય થઈ છે. નવા લાગુ કરાયેલા ’ફ્લોટ સિસ્ટમ’ના નિયમો કડક કરવા અંગે વિચારણા ચાલી રહી છે. મેડિકલ કાઉન્સેલિંગ પ્લેટફોર્મ ’સાર્થા’ના આંકડા મુજબ, બીજા રાઉન્ડ બાદ MCCની 10,105 બેઠકો બ્લોક જોવા મળી છે.

આ સમસ્યાની સૌથી વધુ અસર MD જનરલ મેડિસિન, સર્જરી અને ગાયનેકોલોજી જેવી લોકપ્રિય બ્રાન્ચ પર પડી છે. આંકડા મુજબ, MD જનરલ મેડિસિનની 1,026, MS ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીની 861 અને ખજ જનરલ સર્જરીની 786 સીટો આ પ્રકારના ડબલ સીટ બ્લોકિંગમાં ફસાયેલી છે.

આ વિવાદ પાછળ ’ફ્લોટ’ વિકલ્પ અને અલગ-અલગ કાઉન્સેલિંગ પોર્ટલ જવાબદાર હોવાનું કહેવાય છે. ઓલ ઇન્ડિયા અને સ્ટેટ ક્વોટાની કાઉન્સેલિંગ એકસાથે ચાલે છે, પરંતુ બંને પોર્ટલ એકબીજા સાથે જોડાયેલા નથી. ઉમેદવારો બંને જગ્યાએ ફ્લોટ વિકલ્પ પસંદ કરીને પોતાની અગાઉની સીટ જાળવી રાખે છે અને વધુ સારી કોલેજ મળવાની રાહ જુએ છે. પરિણામે અન્ય લાયક ઉમેદવારોને સીટ મળવામાં મોડું થાય છે. કાઉન્સેલિંગ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, આ વર્ષે પ્રથમ વખત ફ્લોટ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી, પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. ત્રીજા રાઉન્ડ બાદ સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવશે. ભવિષ્યમાં ફ્લોટનો વિકલ્પ માત્ર પ્રથમ રાઉન્ડ સુધી મર્યાદિત રાખવાની શક્યતા છે. બીજા રાઉન્ડથી જ ફાળવાયેલી કોલેજમાં રૂૂબરૂૂ હાજર થઈને પ્રવેશ લેવો ફરજિયાત બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *