કલ્યાણપુરના લાંબામાં માતાએ કપડાં લેવાની ના પાડતા યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતી પ્રગતિબેન અરજણભાઈ ધોકિયા નામની 18 વર્ષની અપરણિત યુવતીને બે જોડી કપડા લેવા હતા. જે બાબતે તેણીએ પોતાના માતાને વાત કરી…

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતી પ્રગતિબેન અરજણભાઈ ધોકિયા નામની 18 વર્ષની અપરણિત યુવતીને બે જોડી કપડા લેવા હતા. જે બાબતે તેણીએ પોતાના માતાને વાત કરી હતી. પરંતુ તેણીની માતાએ બે જોડી કપડાં લેવાની ના પાડતા આ બાબતે પ્રગતિબેનને મનમાં લાગી આવ્યું હતું. જેના કારણે તેણીએ શનિવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

આ બનાવવા અંગે ક્રિષ્નાબેન અરજણભાઈ ગોવિંદભાઈ ધોકિયા (ઉ.વ. 40) એ કલ્યાણપુર પોલીસમાં જરૂૂરી નોંધ કરાવી છે.જયારે બીજી ઘટનામાં ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે રહેતા હંસાબેન રાજેશભાઈ મકવાણા નામના 28 વર્ષના પરિણીત કોળી મહિલાએ શુક્રવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ રાજેશભાઈ અરશીભાઈ મકવાણા (ઉ.વ. 29) એ સલાયા મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *