વડિયાના ખાન ખીજડિયા ગામે વૃદ્ધાની વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી

અંતિમયાત્રા જે રથમાં નીકળી હતી તે રથ ગ્રામજનોને આ સાકારબાએ દાનમાં આપ્યો હતો અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ના ખાન ખીજડીયા ગામમાં એક…

અંતિમયાત્રા જે રથમાં નીકળી હતી તે રથ ગ્રામજનોને આ સાકારબાએ દાનમાં આપ્યો હતો

અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ના ખાન ખીજડીયા ગામમાં એક અનોખો પ્રસંગ જોવા મળ્યો છે. સામાન્ય રીતે હિન્દૂ પરંપરા મુજબ કોઈ વ્યક્તિ નુ અવસાન થાય ત્યારે તેની શોક સાથે શાંતિપૂર્ણ માહોલ માં અંતિમ યાત્રા કાઢવામાં આવે છે પરંતુ આ ખાન ખીજડીયા ગામમાં એક વૃદ્ધ સાકરબેન કેશુભાઈ હરખાણી નામના માજી એ મૃત્યુ પેહલા પોતાના પરિવાર જનો સામે એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે મારા મૃત્યુ સમયે કોઈ રોકકડ ના કરે અને રાજી ખુશીથી મારી અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવે ત્યારે આ માજીનું સો વર્ષ આસપાસ ની ઉંમરે અવસાન થતા તેમના પરિવાર જનો એ તેમની અંતિમ યાત્રા બેન્ડપાર્ટી સાથે કાઢી હતી જેમા સમગ્ર ગ્રામ જનો જોડાયા હતા.

ત્યારે આ માજી એ પોતે સો વર્ષ જીવ્યા નો આંનદ હોય સાથે પોતાના પરિવાર ને સુખી જોઈ ને પોતાનું સમગ્ર પરિવાર ને અર્પણ કરી આ દુનિયા છોડી ને જવાના સમયે દુ:ખ ના બદલે એ ખુશીના પ્રસંગ બંને તેવી રીતે ઉજવવા માંગતા હોવાની તેમની ઇચ્છા હોવાથી તે ઇચ્છા મુજબ પરિવાર જનોએ તેમની અંતિમ યાત્રા કાઢી એક અનોખો ચીલો બનાવ્યો હોય તેવુ જોવા મળી રહ્યું છે.

ખાન ખીજડીયા ગામના સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આ સાકારબા નામના માજી ખુબ જ ભક્તિ ભાવ અને દાન પૂર્ણય માં માનતા હતા તેમને કોઈ સંતાન ના હોવાથી તે તેમની ઇચ્છા અનુસાર ની સંપૂર્ણ વિધિ તેમના ભત્રીજાઓએ કરી હતી સાથે તેમની અંતિમ યાત્રા જે રથ માં નીકળી હતી તે રથ પણ આ સાકારબા એ જ ગામને બનાવી આપ્યો હતો તેથી તે દાનવીર અને ધાર્મિક વિચારધારા સાથે સમાજમાં કુરિવાજો દૂર કરવામાં માનતા હોવાનુ પણ લોકો એ જણાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *