ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાએ નારો લગાવ્યો, હાય રે… ભાજપ હાય

ભાવનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક રમૂજી અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે વિરોધ નોંધાવવા ગયેલી…

ભાવનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક રમૂજી અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે વિરોધ નોંધાવવા ગયેલી ભાજપ મહિલા મોરચાની બહેનોએ આવેશમાં આવીને ભૂલથી પોતાની જ પાર્ટી વિરુદ્ધ નારેબાજી શરૂૂ કરી દેતા ત્યાં હાજર સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા.

કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ અંગે કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાવનગર મહાનગર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ હીનાબેન શાહની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યાલય આગળ પહોંચ્યા બાદ પ્રદર્શન દરમિયાન વાતાવરણ ગરમાયું હતું. આ દરમિયાન મહિલા કાર્યકર્તાઓ આવેશમાં આવી ગયા હતા અને ભાન ભૂલીને રાહુલ ગાંધી કે કોંગ્રેસના બદલે હાય રે ભાજપ હાય હાયના નારા લગાવવાનું શરૂૂ કરી દીધું હતું. થોડી ક્ષણો સુધી આ નારેબાજી ચાલુ રહી હતી.

ત્યારબાદ ત્યાં હાજર મહિલા આગેવાનોને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. ભૂલ સમજાતા જ તમામ બહેનો હસી પડ્યા હતા અને વાતાવરણ હળવું બની ગયું હતું. ભૂલ સુધારીને કાર્યકર્તાઓએ કોંગ્રેસ તથા રાહુલ ગાંધી વિરોધી નારા લગાવવાના શરૂૂ કર્યા હતા અને પ્રદર્શન આગળ ચાલુ રાખ્યું હતું જો કે, પોતાના જ પક્ષ સામે નારેબાજી કરવાનો આ વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *