શિક્ષણવિદોનો મહત્વનો નિર્ણય: શૈક્ષણિક કાર્યક્રમો હવે ઓનલાઇન

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રહિત અર્થે ઇંધણ બચાવો ના સંદર્ભમાં કરાયેલી અપીલ ના પ્રતિસાદ અનુસંધાને ગુજરાતના વરિષ્ઠ પૂર્વ કુલપતિ ઓ આગામી સમયમાં આયોજિત થનાર પ્રત્યેક…

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રહિત અર્થે ઇંધણ બચાવો ના સંદર્ભમાં કરાયેલી અપીલ ના પ્રતિસાદ અનુસંધાને ગુજરાતના વરિષ્ઠ પૂર્વ કુલપતિ ઓ આગામી સમયમાં આયોજિત થનાર પ્રત્યેક સેમિનાર સિમ્પોઝિયમ અને કોન્ફરન્સ થોડા સમય માટે ઓનલાઈન રાખવા અર્થે હિમાયત કરી અને વર્તમાન સમયમાં શૈક્ષણિક ક્ષેત્રના આ અગ્રણીઓ જે જે સંસ્થાઓ અને ખાસ કરીને રિસર્ચ ઇન્સ્ટિટયૂટ માં પ્રદાન કરી રહેલ છે તે પ્રત્યેક સંસ્થાઓમાં પણ બેઠકો અને પરીસંવાદો થોડા સમય માટે ડિજિટલ પ્લેટફોર્મ ના માધ્યમથી ઓનલાઇન સ્વરૂૂપે આયોજિત કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

પંદરથી વધુ પૂર્વ કુલપતિ અને ઉપકુલપતિ ઓનું સંયુક્ત નિવેદન. આ જાહેરાત કરતા વરિષ્ઠ પૂર્વ કુલપતિઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો.કમલેશ જોષીપુરા, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.પરિમલ ત્રિવેદી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ના પૂર્વ કુલપતિ નવીનભાઈ શેઠ ,સરદાર પટેલ યુનિવર્સિટીના હરીશભાઈ પાઢ ,શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના અને ટીચર યુનિવર્સિટીના વરિષ્ઠા કુલપતિ શશીરંજન યાદવ , મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને વર્તમાનમાં ઓરો યુનિવર્સિટીના કુલપતિ પરિમલભાઈ વ્યાસ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર ચેતનભાઇ ત્રિવેદી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શૈલેષભાઈ ઝાલા , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીતિનભાઈ પેથાણી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રોફેસર જાબાલી વોરા,શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ના, પ્રો. જયરાજસિંહ જાડેજા , ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશનના પૂર્વ કુલપતિ આર સી પટેલ. સહિત ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રના મહાનુભાવો એ સંયુક્ત નિવેદન દ્વારા આ અપીલ કરી છે.આ અપીલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે ટર્મ માટેપૂર્વ ઉપકુલપતિ રહી ચૂકેલ કલ્પકભાઈ ત્રિવેદી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ પ્રો. ભાસ્કરભાઈ રાવલ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ જગદીશ ભાવસાર, વિજયભાઈ દેસાણી, સહિતના અગ્રણીઓએ પણ પોતાનો સુર પુરાવી અને જે જે સંસ્થામાં સંકળાયેલા હશે ત્યાં ત્યાં આ પ્રકારે અમલ કરવા સંમતિ આપી છે. પૂર્વ કુલપતિ ઓ અને ઉપ કુલપતિ જેવો વર્તમાન સમયમાં શૈક્ષણિક ક્ષેત્રમાં વિવિધ સંસ્થાઓમાં તજજ્ઞ તરીકે પ્રદાન કરી રહેલ છે તેવા આ શિક્ષણ શાસ્ત્રીઓએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રહિત આપણા સૌ માટે સર્વોપરી છે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વયમ પોતાનાથી ઉદાહરણરૂૂપ શરૂૂઆત કરી છે અને ગુજરાતના મુખ્યમંત્રીએ પણ અનુસરણ કર્યું છે ત્યારે આગામી સમયમાં મહત્વપૂર્ણ સેમિનાર કોન્ફરન્સ પરી સંવાદ ઓનલાઇન કરાશે.. સૌના સહિયારા પ્રયત્નોથી ઇચ્છિત પરિણામ પ્રાપ્ત હશે જ તેઓ દ્રઢ વિશ્વાસ આ મહાનુભાવો એ વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *