ફાયર બિગ્રેડ સહિતના કર્મચારીઓ ખડેપગે રહ્યા: ભારે હૈયે બાપાને વિદાય આપી
દસ દિવસ અર્ચના કર્યા બાદ આજે તેમને વિદાય આપવાની વસમી ઘડી આવી પહોંચી હતી અગલે બરસ તું જલ્દી આના નારા સાથે ભક્તોએ અશ્રુભીની આંખે ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી વિસર્જન સ્થળે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા જ ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આજે ગણેશ વિસર્જન યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર જોવા મળી હતી શહેરમાં ઠેર ઠેર કરાયેલ ગણેશ મહોત્સવ આયોજન બાદ આજે ગણપતિ બાપ્પાને ડીજેના તાલે નાચતા ગાતા વિદાય આપવામાં આવી હતી વિસર્જન યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને બાદમાં ભક્તોએ મૂર્તિ કલેક્શન સેન્ટર ખાતે મૂર્તિ જમા કરાવી હતી મોરબી મહાનગરપાલિકા દ્વારા મૂર્તિ કલેક્શન કરવા ઉપરાંત શોભેશ્વર રોડ પર પીકનીક સેન્ટર ખાતે ગણેશ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરી હતી ફાયરની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.
મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા, અંતિમ દિવસે સહીત અત્યાર સુધીમાં કુલ 820 મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે 6 વાગ્યા બાદ પણ હજુ મૂર્તિના આગમન ચાલુ જોવા મળ્યા હતા મહાનગરપાલિકા અને પોલીસની ગણેશ વિસર્જન વ્યવસ્થાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
