વાહનોના વીમા-PUC નહીં હોય તો ટોલ નાકા પરથી જ ઘરે આવશે ઇ-મેમો

રાજ્યના હાઈવે પર મુસાફરી કરતા ખાનગી વાહનચાલકો માટે એક અત્યંત મહત્વના અને સાવધાન કરનારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે ખાનગી વાહનો Private Vehicles) ને…

રાજ્યના હાઈવે પર મુસાફરી કરતા ખાનગી વાહનચાલકો માટે એક અત્યંત મહત્વના અને સાવધાન કરનારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે ખાનગી વાહનો Private Vehicles) ને પણ ’ઈ-ડિટેક્શન’ સિસ્ટમના દાયરામાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા ખાતે લાગેલા અત્યાધુનિક કેમેરા પસાર થતા વાહનોની નંબર પ્લેટ સ્કેન કરશે અને તેના આધારે વાહનના ફરજિયાત દસ્તાવેજો જેવા કે પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ, વાહન વીમો (Insurance) અને રજિસ્ટ્રેશન (RC)ની માન્યતાની ઈલેક્ટ્રોનિક તપાસ કરશે. જો કોઈ વાહનના દસ્તાવેજો એક્સપાયર થયેલા કે અમાન્ય જણાશે, તો વાહનમાલિક સામે નિયમોનુસાર કાર્યવાહી કરીને સીધો ઈ-ચલણ ફટકારવામાં આવશે.

અત્યાર સુધી રાજ્યના પરિવહન વિભાગ દ્વારા ઈ-ડિટેક્શન સિસ્ટમનો ઉપયોગ મુખ્યત્વે ટ્રક, બસ અને માલવાહક વાહનો જેવા કોમર્શિયલ વાહનોના દસ્તાવેજોની ચકાસણી કરવા માટે જ કરવામાં આવતો હતો. પરંતુ હવે પરિવહન વિભાગે આ સિસ્ટમનો વ્યાપ વધારીને ખાનગી વાહનોને પણ તેમાં આવરી લેવાનો નિર્ણય કર્યો છે. ટોલ પ્લાઝા પર સ્થાપિત કેમેરા પસાર થતા દરેક વાહનની નંબર પ્લેટ સ્કેન કરીને ડેટાબેઝ સાથે સરખાવશે અને દસ્તાવેજોની માન્યતા તેમજ તેની સમાપ્તિ તારીખ (Expiry Date) ની સચોટ ખરાઈ કરશે.

રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તમામ ખાનગી વાહનમાલિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનના ત્રણ મુખ્ય અને ફરજિયાત દસ્તાવેજોપીયુસી સર્ટિફિકેટ, વીમા પોલિસી અને વાહન રજિસ્ટ્રેશનહંમેશા અદ્યતન અને માન્ય રહે તેની ખાસ તકેદારી રાખે. જો ઈ-ડિટેક્શન સિસ્ટમમાં કોઈ પણ દસ્તાવેજ એક્સપાયર થયેલો કે અમાન્ય પકડાશે, તો લાગુ પડતા નિયમો હેઠળ વાહનમાલિક વિરુદ્ધ ઈ-ચલણ જારી કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પરિવહન વિભાગે વાહનચાલકોને સલાહ આપી છે કે હાઈવે પર મુસાફરી દરમિયાન કોઈ પણ પ્રકારના દંડ કે અસુવિધાથી બચવા માટે પોતાના વાહનના દસ્તાવેજોની તપાસ કરી લેવી અને તેની મુદત પૂર્ણ થાય તે પહેલા જ તેને રિન્યુ કરાવી લેવા. આ ઉપરાંત, વિભાગે નાગરિકોને ટ્રાફિકના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *